ગોધરા નહેરૂ યુવા કેન્દ્ર અને રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત મિશન લાઈફ અભિયાન અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન

ગોધરા, નેહરૂ યુવા કેન્દ્ર ગોધરા અને સરકારી પોલીટેકનિક ગોધરા ના રાષ્ટ્રીય સેવા યોજના સંયુક્ત ઉપક્રમે મિશન લાઇફ અભિયાન અંતર્ગત Lifestyle For Environment વિષયને લઈને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. તેમાં પ્રથમ અને દ્વિતીય આવનાર ને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા તેમજ બધા ભાગ લેનારને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સરકારી પોલીટેકનિક કોલેજના આચાર્ય જે. વી. ભોલંદા, ગજજ પ્રોગ્રામ ઓફિસર ધવલભાઈ વઢેરા, એસ. એમ. ગાંધી, એલ. જે. પડવાલ, સંજયભાઈ રાઠવા, આશિષભાઈ પંડિત ઉપસ્થિત રહ્યાં. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નેહરૂ યુવા કેન્દ્ર ગોધરાના રાષ્ટ્રીય યુવા સેવાકર્મી વ્રજ શાહ દ્વારા કરવામાં આવેલ.