ગોધરા નગરપાલિકાના વોર્ડ નં-3ની પેટા ચૂંટણીમાં ભાજપના નીલીમાબેન શાહનો ભવ્ય વિજય

  • પરિણામ પૂર્વે પંચમહાલ સમાચાર દ્વારા કરાયેલી સચોટ આગાહી તદ્દન સત્ય સાબિત થઈ.
  • 2905 સૌથી વધુ મતો સાથે ભાજપના નિલીમાબેન અંકિતકુમાર શાહનો ભવ્ય વિજય.
  • ભાજપના ઉમેદવાર પ્રથમ રાઉન્ડે 489, બીજા રાઉન્ડે 521, ત્રીજા રાઉન્ડે 632, ચોથા રાઉન્ડ 622, પાંચમાં રાઉન્ડ 632 અને અંતિમ રાઉન્ડે 108 મળીને કુલ 2905 મત મેળવીને વિજેતા.
  • અન્ય બે મુખ્ય ઉમેદવારો તેઓની હરોળમાં આવતાં હાંફી ગયા.
  • આપના ઉમેદવારની પુરતા મતો ન મળતાં તેઓની નિયમોનુસાર ડીપોઝીટ ડુલ થતા રાજકીય મોરચે અનેક તર્ક વિર્તકો.
  • માર્ગો પર વિજેતા ઉમેદવારનું ફટાકડા ફોડીને હર્ષોલ્લાસ સાથે વિજય સરધસ નિકળ્યું.

ગોધરા, પરિણામ પૂર્વે પંચમહાલ સમાચાર દ્વારા કરાયેલી સચોટ આગાહી તદ્દન સત્ય સાબિત થઈ હતી. જેમાંં ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.3ની પેટા ચુંટણીની મત ગણતરીમાંં 2905 સૌથી વધુ મતો સાથે ભાજપના નિલીમાબેન અંકિતકુમાર શાહનો ભવ્ય વિજયી થતાંં ફટાકડા ફોડીને હર્ષોલ્લાસ સાથે વિજય સરધસ નિકળ્યું હતું. જેમાં પ્રથમ રાઉન્ડે 489, બીજા રાઉન્ડે 521, ત્રીજા રાઉન્ડે 632, ચોથા રાઉન્ડ 622, પાંચમાં રાઉન્ડ 632 અને અંતિમ રાઉન્ડે 108 મળીને કુલ 2905 મત મેળવીને વિજેતા જાહેર થયા હતા.જ્યારે અન્ય બે મુખ્ય ઉમેદવારો તેઓની હરોળમાં આવતાં હાંફી ગયા હતા. જયારે આપના ઉમેદવારની પુરતા મતો ન મળતાં તેઓની નિયમોનુસાર ડીપોઝીટ ડુલ થતા રાજકીય મોરચે અનેક તર્ક વિર્તકો સર્જાયા હતા.

છેલ્લા 15 દિવસ ઉપરાંતથી પંચમહાલ જિલ્લામાં આવેલ ભાજપા શાસીત ગોધરા નગરપાલિકાના વોર્ડ નં-3ની ખાલી પડેલી સામાન્ય મહિલા બેઠકની યોજાયેલી પેટા ચુંટણીમાંં અપક્ષ વિના માત્ર ત્રણ મહિલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. છેલ્લા અઠવાડિયાથી પ્રચાર કામગીરી પૂરજોશમાં કરવા છતાં મતદારોને રીઝવવામાં ઉમેદવારો અસમર્થ નિવડતા માત્ર 35 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ આજે મંગળવારના રોજ પ્રાંંત કચેરી ગોધરા ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઈવીએમ મશીન હોવાના કારણે ગણતરીની મીનીટોમાં પરિણામ ભાજપ તરફી જાહેર થયું હતું. અને આ પેટા ચુંટણીનું પરિણામ જાહેર થતા પૂર્વે ભાજપના ઉમેદવાર નીલિમાબેન અંકિતકુમાર શાહનો વિજય થયો અગાઉ પંચમહાલ જીલ્લાના નામાંકિત દૈનિક પંચમહાલ સમાચાર દ્વારા કરાયેલી સચોટ આગાહી પ્રમાણે અક્ષત: સત્ય સાબિત થઈ હતી. પ્રજાના વાચા અને આકંક્ષાઓ પૂર્તિ માટે અખબાર બનતા ફરી એકવાર વાંચકોની નાડ પારખવામાં સફળ નિવડયું હતું. અગાઉ મતદાનના દિવસે 11 બુથમાંં ઈવીએમ મશીન દ્વારા હાથ ધરાયેલી પ્રક્રિયા દ્વારા કુલ 9911 પૈકી માત્ર 3541 મતદારોએ ભાગ લેતા માત્ર 35.72 ટકા જેટલું નિરસ મતદાન નોંધાયા બાદ પ્રક્રિયાને લઈને આજે વહેલી સવારથી જ ચુંટણી રસીયાઓમાં અનેક ર્તકવિર્તકો સર્જાયા હતા. અને સવારે 9.00 કલાકે સમર્થકોના ધાડા ઉમટી પડયા હતા. તબકકાવાર હાથ ધરાયેલી પ્રક્રિયા બાદ મતગણતરી પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપ ઉમેદવાર અગ્રેસર બનીને તબકકાવાર આગળ ધપી રહ્યા હતા. જેમાં પ્રથમ રાઉન્ડે 489, બીજા રાઉન્ડે 521, ત્રીજા રાઉન્ડે 632, ચોથા રાઉન્ડ 622, પાંચમાં રાઉન્ડ 632 અને અંતિમ રાઉન્ડે 108 મળીને કુલ 2905 મત મેળવીને વિજેતા જાહેર થયા હતા. તો બીજી તરફ તેઓના વિરૂદ્ધ ઉમેદવાર કોંગ્રેસના ધ્વનીબેન ઉમેશકુમાર શાહ 355 મતો સાથે રહ્યા હતા અને ત્રીજા ક્રમે આપના રમીલાબેન ગજજર 207 મતો સાથે રહ્યા હતા. જ્યારે 74 જેટલા મતો નાટોમાં પડયા હતા. આમ, પ્રથમ રાઉન્ડમાં ભાજપને 704 અને અંતિમ રાઉન્ડમાં સૌથી ઓછા મળીને ભાજપના નિલીમાબેન શાહને વિજેતા જાહેર કરવામાં આવતાં ભાજપના અગ્રણીઓએ અબિલ ગુલાલ તથા ફુલહાર સાથે અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે અન્ય આપના ઉમેદવારની પુરતા મતો ન મળતાં તેઓની નિયમોનુસાર ડીપોઝીટ ડુલ થઈ હોવાની ગણતરીઓ મંડાઈ રહી છે.અત્રે નોંધનિય છે કે, માત્ર અઢી વર્ષની મુદ્દત ધરાવત ઉમેદવાર માટે મતદારોએ ભાજપની પસંદ કર્યા હતા. તેમજ આ વોર્ડ નં.3 પહેલેથી જ ભાજપના ચુસ્ત સર્મપ્રીત હોવાથી આ વખતે પણ વફાદાર રહી નિલીમાબેન શાહને વિજેતા નિવાડયા હતા. પરિણામના અંતે ભાજપના નીલિમા શાહને 2905 મત, કોંગ્રેસના ધ્વનિ શાહને 355 અને આમ આદમી પાર્ટીના રમીલા ગજ્જરને 207 મત મળ્યા હતા. વિજેતા ઉમેદવારને મળેલા કુલ મતના 1/6 ભાગના મત મળવા જોઈએ. જે મુજબ ભજપના ઉમેદવારને મળેલા કુલ મતના 590 મતો અન્ય ઉમેદવારોને મળવા જોઈએ, જે ન મળતા બન્ને ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે. બીજીતરફ વિજેતા બનેલા ઉમેદવારનું ગોધરા શહેરમાં વિજય સરઘસ નીકળ્યું હતું. જેમાં ફટાકડા ફોડીને અને એકબીજાના મ્હો મીઠું કરીને ભાજપના કાર્યકરોએ વિજય મનાવ્યો હતો.

વોર્ડને વિકાસશીલ બનાવવાનો નિલીમાબેન શાહનો આશાવાદ…..

ભાજપ શાસીત ગોધરા નગર પાલિકામાં આગામી અઢી વર્ષની ફરજ મતદારોએ સુપ્રત કરતાં આભારની લાગણી વ્યકત કરતા ઉમેદવાર નિલીમાબેન શાહના મત પ્રમાણે કેન્દ્ર રાજ્ય તથા જીલ્લાભરમાં ભાજપા શાસીતની વિચારધારા અને સરકારની યોજનાઓના ફળ સામાન્ય પ્રજાજનોને મળે તેવા પ્રયત્નો કરવામાં આવનાર છે. ખાસ કરીને વોર્ડ નં.3 માં પાણી, ગટર અને વિજળી સેવાને અગ્રીમતા આપવામાં આવનાર છે. અને સરકારની મળવા પાત્ર ગ્રાંટ પ્રજાજનોની પ્રાથમીક સુખાકારી પાછળ ખર્ચવાનો નિર્ધાર વ્યર્થ કરીને વોર્ડને વિકાસશીલ બનાવવાનો આશાવાદ વ્યકત કર્યો હતો.