ગોધરા નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર બાબતે પશુ ધારકોએ નોંધ લેવા બાબત

  • પશુઓ રખડતા માલુમ પડશે તો કસુરવાર વ્યક્તિઓ સામે દંડનીય તેમજ કાયદાકીય કાર્યવાહી કરાશે.

પંચમહાલ જીલ્લાના ગોધરા નગરપાલિકા વિસ્તારમાં પશુઓ રાખતા માલિકોને આથી જાણ કરવામાં આવે છે કે શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકારની શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા -2023 તા.21.08.2023ના રોજ પ્રસિધ્ધ કરેલ છે.

જેને લઈને ગોધરા નગરપાલિકાના વિસ્તારમાં ચુસ્ત અમલ ચાલુ હોઈ જેથી પશુ (ઢોર) ધારકોએ પોતાના પશુઓ રખડતા ન મુકવા અને પોતાની જગ્યામાં રાખવા જાણ કરવામાં આવે છે. અને જો તેમ કરવામાં ચુક થશે અને પશુઓ રખડતા માલુમ પડશે તો કસુરવાર સામે. (ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ 275-(ચ)(જ) અને કલમ 277) પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા -2023 તા. 21.08.2023,મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ એકટ અંતગર્ત ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ પશુ ધારકોએ સખત નોંધ લેવા મુખ્ય અધિકારી, નગરપાલિકા ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.