ગોધરા નગર પાલિકાની સામાન્ય સભામાં એઆઈએમઆઈએમ ના સભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો

  • પાલિકાની સામાન્ય સભા 55 સેક્ધડમાં પુરી.
  • પાલિકા વિસ્તારના વિકાસના 55 મુદ્દાના એજન્ડા 55 સેક્ધડમાં મંજુર.

ગોધરા,

ગોધરા નગર પાલિકાની સામાન્ય સભા માત્ર 55 સેક્ધડમાં પુરી કરવામાં આવી. સભામાં વિરોધ પક્ષના સભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો. વિકાસના કામોના એજન્ડા કોઈપણ ચર્ચા વિર્મસ વગર મંજુર કરવામાં આવ્યા.

ગોધરા નગર પાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભા માત્ર 55 વિકાસના કામોના એજન્ડા માત્ર 55 સેક્ધડમાં મંજુર કરવામાં આવ્યા હતા અને સામાન્ય સભા પુરી કરવામાં આવી. ગોધરા પાલિકામાં સત્તાધિશ પાર્ટી સામાન્ય સભામાં વિકાસના કામોના એજન્ડા ઉપર કોઈપણ જાતની ચર્ચા કે વિચાર વિર્મસ ચુંટાયેલા સભ્યોના વ્યુહ લીધા વગર મનમાની રીતે 55 મુદ્દાના એજન્ડાવાળા વિકાસના કામોને 55 સેક્ધડમાં મંંજુર કરીને સામાન્ય સભા આરોપી લેવામાં આવતાં મીમ પાર્ટીના પાલિકા સભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. સત્તાધિશ પાર્ટી પાલિકામાં અન્ય ચુંંટાયેલા સભ્યોને કોઈ ગણતી નથી અને સામાન્ય સભામાં વિકાસના કામોને લઈ કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર મનમાની રીતે વિકાસના કામો ઉપર મંજુરીની મહોર મારી દેવામાં આવે છે. ગોધરા પાલિકામાં ચુંટાયેલા સભ્યો માત્ર દેખાવ પુરતા છે. ચુંટાયેલા સભ્યો પોતાના વિસ્તારના વિકાસના કામો બાબતે પણ રજુઆત કરી શકે તેવી સ્થિતીમાં નથી. કારણ કે, સત્તાધિશ પાલિકા સત્તાધિશો પોતાની મરજી મુજબ સામાન્ય સભાઓ આયોજન માત્ર કાગળ ઉપર દર્શાવવા માટે કરતું હોય છે. સામાન્ય સભામાં વિકાસના એજન્ડા ઉપર કોઈપણ ચર્ચા કરતી નથી. તેવા આક્ષેપ એઆઈએમઆઈએમ ના મીમના ફેજલ સુજેલા દ્વારા કરવામાં આવ્યા છે. મીમના સભ્યોએ પાલિકા પ્રમુખનો ધેરાવ કરતાં પ્રમુખ જવાબ આપ્યા વગર સ્થળ છોડી જતા રહ્યા હતા.