ગોધરા નગર પાલિકાની ચુંટણીની જાહેરાત સાથે ૭ વોર્ડ માંથી બીજેપીની ટીકીટ માટે ૧૨૭ દાવેદારો મેદાનમાં

  • પાલિકાની ચુંટણીમાં બીજેપી માંથી ટીકીટ મેળવી નગર સેવક બનવાની હોડ લાગી.
  • નગર સેવક બનવાના અભરખા સાથે ટીકીટ મેળવવા દોડધામ શરૂ .
  • રાજકીય પક્ષના મેન્ડેટ ઉપર ટીકીટ ન મળે તો અપક્ષ માંથી ઉમેદવારી કરવાની તૈયારી.

ગોધરા,ગોધરા નગર પાલિકાની ચુંટણીની તારીખોની જાહેરાત સાથે શહેરમાં ચુંટણી લડીને નગર સેવક બનવાનો અભરખો રાખનારાઓની લાંબી લાઈનો લાગી છે. ગોધરા શહેરમાં નગર સેવક બનવા તેમાં પણ બીજેપીના મેન્ડેટ ઉપર ચુંટણી જંગ લડવા માટે ટીકીટ વાંચ્છુકો માં હરીફાઈ જોવા મળી રહી છે. પાલિકાની ચુંટણીમાં બીજેપીના મેન્ડેટ ઉપર ઉમેદવારી કરવા માટે ૧૨૭ દાવેદારો મેદાનમાં ઉતર્યા છે. નગર પાલિકામાં અત્યાર સુધી નગર સેવક બનેલા સેવકો જીત્યા બાદ વોર્ડ વિસ્તારમાં કામો કર્યા ન હોય તેવા નગર સેવકો સામેનો રોષ સમજવો કે પછી નગર સેવક બનવાનો અભરખો તે સમજાતું નથી.

ગોધરા નગર પાલિકાની મુદ્દત પુરી થતાં હાલ રાજ્ય ચુંટણી પંચ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીની તારીખો જાહેર કરવમાં આવી છે. ગોધરા નગર પાલિકાની ચુંટણી માટેનું મતદાન ૨૮ ફેબ્રુઆરીના રોજ થનાર છે. હાલ ચુંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જાહેરનામું પ્રસિદ્ધ થવાની વાર છે. ત્યાં જ ગોધરા નગર પાલિકાની ચુંટણી લડીને નગર સેવક બનવા માટે ટીકીટ વાંચ્છુકો પોતાના વગ વાપરીને ટીકીટ મેળવી લેવા દોડધામ મચાવી છે. ગોધરા શહેરમાં નગર પાલિકાની ચુંટણીમાં વોર્ડ સભ્ય બનવા માટે મોટી સંખ્યામાં દાવેદારો મેદાનમાં પડયા છે. ગોધરાના વોર્ડ નંબર ૧,૨,૩,૪,૫,૧૦,૧૧ અને વોર્ડ -૯ મળી કુલ ૧૨૭ વ્યકિતઓ ઉમેદવારી માટે દાવેદારી કરી રહયા છે. આ તમામ ૧૨૭ ટીકીટ વાંચ્છુક ઉમેદવારો બીજેપીના મેન્ડેટ ઉપર ચુંટણી લડવાની દાવેદારી કરી રહ્યા છે. હવે જોવાનું રહે કે હજુ સુધી ચુંટણી માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું નથી. તે પહેલા બીજેપીના મેન્ડેટ ઉપર ૭ વોર્ડ માંથી ૧૨૭ ઉમેદવારો ટીકીટ માટે દાવેદારી કરી રહ્યા છે. ત્યારે જેમ પાલિકાની ચુંટણી માટે ફોર્મ ભરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં બીજા કેટલાક પાલિકાની ચુંટણીમાં નગર સેવક બનાવાની તક જતી કરવી નથી. તેમ માનીને ટીકીટ માટે લાઈન લગાવે છે.

ગોધરા નગર પાલિકાની ચુંટણી માટેની તારીખ જાહેર થતાંની સાથે જે ઉત્સાહ થી શહેરમાંથી બીજેપીના મેન્ડેટ ઉપર ચુંટણી લડવાનો અભરખો લઈને ટીકીટ મેળવવા મેદાનમાં આવ્યા છે. તેમાં હજુ જેમ ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખો અને ઉમેદવાર જાહેર કરવાના સમયગાળામાં કેટલા ઉમેદવારો મેદાનમાં આવે છે.

ગોધરા નગર પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ અને અપક્ષમાંથી ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની પણ લાંબી લાઈનો છે પરંતુ નગર સેવક બનવા માટે અભરખા સેવતા ટીકીટ વાંચ્છુકોને કોઈ રાજકીય પક્ષનું મેન્ડેટ ન મળે તો અપક્ષ ઉમેદવારી કરવા માટેની તૈયારીઓ સાથે ગોધરાહ નગર પાલિકા ચુંટણીમાં નગર સેવક બનવા ઉત્સુક જોવા મળી રહયા છે.

ગોધરા નગરજનો પણ લાંબા સમય થી નગર પાલિકા દ્વારા જે વિકાસના કામો માટે ઉદાસીનતા દાખવવામાં આવી છે. તેનો હિસાબ સરભર કરવા માટે પાલિકા ચુંટણીની તારીખોની રાહ જોઈ રહ્યા હતા. તેવા વિકાસ વંચિત વોર્ડ વિસ્તારોના રહિશો પણ ચુંટણીમાં ઉમેદવારોની જાહેરાત સાથે કોને પાડવો અને કોને જીતાડવો તે માટે વ્યુહ રચનામાં લાગશે. ફેબ્રુઆરી ૨૦૨૧માં યોજાનાર ગોધરા નગર પાલિકાની ચુંટણી રસપ્રદ બની રહેશે તેમાં બે મત નથી.

ગોધરા નગર પાલિકાની બીજેપીમાંથી વોર્ડ પ્રમાણે ચુંટણી લડવાના ઉમેદવારો…

વોર્ડ નં. સંખ્યા

૦૧ ૨૫
૦૨ ૨૩
૦૩ ૧૯
૦૪ ૨૧
૦૫ ૧૭
૦૯ ૦૧
૧૧ ૨૧.