ગોધરા,
ગોધરા પાલિકા વેરા વિભાગ દ્વારા બાકી પડતા મિલ્કત વેરાની વસુલાત ટીમ દ્વારા બામરોલી રોડ વિસ્તારમાં વસુલાત હાથ ધરવામાં આવી હતી. મિલ્કત વેરા ટીમ દ્વારા ૪ દુકાનો સીલ કરી જયારે રૂ.૩.૨૨ લાખની વસુલાત કરવામાં આવી છે.
ગોધરા નગર પાલિકામાં વહીવટદાર તરીકે ચીફ ઓફિસરની નિમણુંક થતાં પાલિકા વિસ્તારની કોમર્શિયલ મિલ્કત અને રહેણાંક મિલ્કતની બાકી પડતી વેરાની રકમ કરોડો રૂપિયા થાય છે. પાલિકા વિસ્તારની મિલ્કત વેરાની રકમ ભરાતી ન હોવાથી પાલિકાની આર્થિક હાલત કથડી રહી છે. છેલ્લા એક સપ્તાહથી પાલિકા વેરા વિભાગની બે ટીમો દ્વારા બાકી મિલ્કત વેરાની રકમ ઉઘરાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે. આજરોજ બામરોલી રોડ ઉપર મિલ્કત વેરાની રકમ વસુલાત હાથ ધરી હતી. જેમાં ૪ દુકાનો સીલ કરવામાં આવી છે. જયારે કુલ ૩.૨૨ લાખ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. પાલિકા વેરા વિભાગ દ્વારા મિલકત વેરાની બાકી હોય તેવા બાકીદારોને વેરાની રકમ ભરવા અપીલ કરવામાં આવી છે.