ગોધરા શહેરના બગીચા રોડ ઉપર પાલિકાની શોપીંગ સેન્ટરમાં અમિત ટ્રેડર્સ દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણને પાલિકાએ તોડી પાડયું

પાલિકા પ્રમુખ તરીકે ગેરકાયદેસર દબાણ માટે કરેલ કાર્યવાહીથી નગરજનો ખુશ.

ગોધરા,
ગોધરા શહેર બગીચા રોડ ઉપર આવેલ નગર પાલિકાની શોપીંગ સેન્ટરમાં દુકાન ધરાવતા દુકાનદાર દ્વારા પાલિકાની મંજુરી વગર ગેરકાયદેસર રીતે તળાવના ભાગે દુકાનને લંબાવી દેવામાં આવી હતી અને બાંધકામ કરવામાં આવ્યું હતું. પાલિકાના ધ્યાનમાં આવતાં દુકાનદારને નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં દુકાનદાર દ્વારા ગેરકાયદેસર દબાણ દુર નહિ કરતાં આજરોજ નગર પાલિકા દ્વારા અમિત ટ્રેડર્સની પાછળનું વધારાનું દબાણ તોડી નાખવામાં આવ્યું હતું. નગર પાલિકાના પ્રમુખ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને નગરજનોએ વખાણી હતી.

ગોધરા શહેરની મધ્યમમાં આવેલ રામ સાગર તળાવની ફરતે નગર પાલિકાનું શોપીંગ સેન્ટર બાંધી દેવામાં આવતાં દેશમાં એકમાત્ર રામ સાગર તળાવ ચારેતરફ થી બાંધકામ કરીને ઢાંકી દેવામાં આવ્યું છે. ગોધરા નગર પાલિકાના શોપીંગ સેન્ટરની જે તે સમયે નિયત ૧૫ બાય ૨૦ થી દુકાનો બનાવવામાં આવી હતી. તેવી દુકાન ધરાવતા દુકાનદારો એ નગર પાલિકાના તત્કાલીન સત્તાધિશોની સાથે સાંઠગાંઠ કરીને મોટાભાગની દુકાનો તળાવના અંદરના ભાગે લાંબી કરી દેવામાં આવી છે. જેને લઈ તળાવનું પુરણ વધી રહ્યું છે. અને તળાવ સંકોચાઈ રહ્યું છે. રામ સાગર તળાવની ફરેત બ્યુટીફિકેશન કામગીરી થનાર હતી પરંતુ તળાવની ફરતે પાકા બાંધકામ આવેલ છે. તેમાં પણ નિયત બાંધકામ કરતાં દુકાનો લાંબી કરીને તળાવના કિનારા જેવું રાખવામાં આવ્યું નથી. પાલિકા સત્તાધિશોની અણઆવડતને લઈને ગોધરા શહેરના નગરજનો બ્યુટીફિકેશન જેવી સુવિધા થી વંચિત રહ્યા છે.

ગોધરા રામ સાગર તળાવની ફરતે બાંધકામ કરીને તળાવની સુંદરતાને નષ્ટ કરી દેવામાં આવી છે. તે ઓછું હોય તેમ બગીચા રોડ ઉપર પાલિકા શોપીંગ સેન્ટરમાં દુકાન ધરાવતા પાંચ દુકાનદારો દ્વારા પાલિકાની મંજુરી વગર દુકાનો લંબાવવામાટે તળાવના અંદરના ભાગે બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે મારૂતી ગેસ્ટ હાઉસ સામે ઓલ અમિત ટ્રેડર્સ ભાગની દુકાન ધરાવત દુકાનદારે તો નગર પાલિકાનું કોઈ અસ્તિત્વ ન હોય તેમ પાલિકા માંતથી કોઈપણ જાતની પરવાનગી કે મંજુરી મેળવ્યા વગર તળાવના અંદરના ભાગે બે દુકાનો લંબારી દેવામાં આવી હતી અને ધાબુ પણ મારી દેવામાં આવ્યું હતું. ગોધરા નગર પાલિકાના પ્રમુખના ધ્યાનમાં આવતાં દુકાનદારને ગેરકાયદેસરનું બાંધકામ રોકવા માટે નોટીસ આપવામાં આવી હતી અને દબાણ દુર કરવા સુચન કરવામાં આવ્યું હતું. તેમ છતાં વધારાના બાંધકામવાળું દબાણ દુર નહિ કરતાં પાલિકા તંત્ર દ્વારા આજરોજ અમિત ટ્રેડસનું વધારાનું દબાણ તોડી નાખવામાં આવ્યું હતું. નગર પાલિકાના પ્રમુખ દ્વારા તળાવના ભાગે થતાં ગેરકાયદેસરના દબાણને દુર કરવાની મકકમતા દર્શાવીને જે કામગીરી કરવામાં આવી છે. તેને નગરજનો એ બિરદાવી છે. પાલિકા પ્રમુખ તરીકે પ્રજાહિત અને નગરહિતમાં કાર્ય કરતા રહે તેવી પણ આશા વ્યકત કરી છે.