- ભાજપ અને અપક્ષ પાસે ૧૮-૧૮ સભ્યો છે.
- બહુમતી માટે ૨૩ સભ્યોની જરૂરીયાત છે.
- ૦૭ મીમના સભ્યોના હાથમાં હુકમનું પાનું.
- ભાજપ દ્વારા ગુપ્ત રાહે અપક્ષાનું સમર્થન લેવાના કાવાદાવા શરૂ.
- વરણી પ્રક્રિયામાં અપક્ષોને ગેરહાજર રાખવા માટે મનામણાં.
ગોધરા,
ગોધરા નગર પાલિકામાં ભાજપ અને અપક્ષ પાસે ૧૮-૧૮ સભ્યો છે. ત્યારે સત્તા હાંસલ કરવા ખેંચતાણ વર્તાઈને દાવેદારોમાં હોડ જામી છે. હાલના સમીકરણો વચ્ચે બે અપક્ષ સભ્યોના ટેકાથી ૨૦ સભ્યો ભાજપ ખેંચી લાવે તેમ છે. પાલિકાનું બોર્ડ બનાવવા માટે ૨૩ સભ્યોની જરૂરીયાત છે. પરંતુ જો હાલ અપક્ષ સભ્યો પૈકી-૧ સભ્ય કે બે સભ્યો સમર્થન કરે તો ૨૨ સભ્યો થાય તેમ છે. અને એક સભ્ય માટે પનો ટુકો પડે તેમ છે. જેથી ભાજપે એડીચોટીનું જોર લગાવવાું પડે તેમ છે. પરંતુ ભાજપ માટે કપરા ચઢાણ છે. જ્યારે બીજી તરફ જો અપક્ષના સભ્યનો ટેકો ન મળે તો પ્રમુખપદ માટેની અપક્ષ અને બીજેપી વચ્ચે ટાઈ પડે તેવી સ્થિતી નિર્માણ થઈ શકે છે. અને મીમના ટેકાથી અપક્ષો સત્તા હાંસલ કરે તેમ છે. પરંતુ ગુપ્ત રાહે કોકડું ગુંચવાયેલું હોવાથી સમર્થન આપનાર સભ્યો મગનું નામ મરી પાડતા નથી.
ગોધરા પાલિકામાં આવેલા પરિણામો અસ્પષ્ટ છે. પૂર્ણ જર્નાદેશ ન હોવાથી ભાજપ અને અપક્ષો વચ્ચે ૧૮ સભ્યો વચ્ચે સત્તા પદ માટે ભારે ખેંચતાણ વર્તાઈ છે.જેમાં ૦૭ મીમના પ્રથમવાર ચુંટાયેલા સભ્યોના હાથમાં હુકમનું પાનું છે. કોનું શાસન રહેશે તે અંગે લોકોમંા તરેહ તહેરની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. આ વખતે પ્રમુખપદ ઓપન કેટેગરીમાં છે. જેથી ભાજપ અને અપક્ષના સભ્યો સિંહાસણ કબ્જે કરવા માટે પોતપોતાની રીતે રણનીતિ બનાવી રહ્યા છે. હાલમાં ભાજપ દ્વારા અપક્ષ સભ્યોમાં તુટફુટ કરીને ૦૫ સભ્યો પોતાના પક્ષમાં કરવાનું ગણતરી મૂકી રહ્યા છે. તો બીજી તરફ ૦૭ મીમના સભ્યો ઉપર પણ અપક્ષોની નજર મંડાયેલી છે. એક સરખી આંકડાકીય માયાજાળ હોવાના કારણે હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નહીં થતાં પ્રવાહી જેવું રાજકારણ જોવા મળે છે. જે આગામી સમયમાં નવો માર્ગ લેતો નવાઈ નહીં. આ પાંચ અપક્ષ સભ્યો પ્રમુખપદના કયા ચહેરાને પસંદ કરીને સમર્થન જાહેર કરે છે. તેના ઉપર સત્તાનો મદાર રહેલો છે. હાલમાં આ સમર્થન જાહેર કરવા અંગે તેઓમાં દ્વિધામાં છે. તો બીજી તરફ ભાજપના કાવાદાવા વચ્ચે આ સભ્યો કેટલો સમર્થન આપે છે. તે તો વરણી પ્રક્રિયા વખતે જોવા મળે તેમ છે. તેમ છતાં જો બીજેપી અને અપક્ષ વચ્ચે ટાઈ જેવી સ્થિતી સર્જાય તો લધુમતી સમાજના બે સભ્યોને સામાન્ય સભામાં ગેરહાજર રાખીને સત્તા હાંસલ કરવાની રણનીતિ ઉપર વિચારણા ચાલી રહી છે. હવે જોવાનું રહે કે અપક્ષ પાલિકાની સત્તા મેળવવા માટે કયા નવા પ્લાનીંગ સાથે સત્તા મેળવવા પેંતરા અજમાવે છે. છેલ્લા ૨૦ વર્ષમાં નગર પાલિકામાં બીજેપીને સત્તા બોર્ડ બનાવવા માટે લધુમતી સમાજના સભ્યોના ટેકાથી બનતી હતી. પરંતુ આ વખતે લધુમતિ સમાજના બે સભ્યો બીજેપી કે અપક્ષને પાલિકાનું બોર્ડ બનાવવામાં હાજર નહિ રહેવાનું મન બનાવ્યું છે. અથવા કોઈ પ્રેસરમાંં આવા નિર્માણ લેવા જઈ રહ્યું છે. તે ચોકકસ કહી શકાય નહિ પરંતુ જો ગોધરા નગર પાલિકાની સત્તા બીજેપીને જાળવી રાખવી હોય તો ૨૩ સભ્યોનું સમર્થન મેળવવું પડે તેમ છે. હાલની સ્થિતીને જોતા લાગી રહ્યું છે કે, બીજેપીને પાલિકાનું બોર્ડ બનાવવા ભારે જહેમત બાદ પણ માટે એક સભ્ય ખુટી શકે છે અથવા બીજેપી અને અપક્ષ વચ્ચે ટાઈ પડે તેમ લાગી રહ્યું છે. ત્યારે બીજેપી દ્વારા પોતાનો બી પ્લાન તૈયાર રાખ્યો છે. અત્યાર સુધી પાલિકાની સત્તા માટે જે મુસ્લીમ સભ્યનો સાથ મળતો હતો. તે સભ્યોને સામાન્ય સભામાં ગેરહાજર રહેવા મનાવી લેવાની વેતરણ ચાલી રહી છે. તેમ બીજેપીના બી પ્લાન કામીયાબ થાય તો આગળના ભવિષ્યમાં પાલિકાની સત્તા સ્થિર રહે તે કહી શકાય તેમ નથી. હાલ તો ગોધરા નગર પાલિકાની સત્તાની ધુરા પર કબજો કરવા માટે ભાજપ અને અપક્ષ પોતપોતાની રણનીતિ મુજબ ચાલી રહયા છે.
હવે જોવાનું રહે છે. પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની નિમણૂંક માટે સામાન્ય સભા મેળવવાની જાહેરાત થાય ત્યાં સુધી કેવા નવા પરિબળો કામ કરે છે. તેમ છતાં પણ બીજેપી કે અપક્ષને સત્તા મેળવવા માટે હાલની સ્થિતી જોતાં ખૂબ ઉથલપાથલ કરવી પડે તેમ છે.
મુસ્લીમ સભ્યો માંથી બે સભ્યોને સમાન્ય સભામાં ગેરહાજર રાખવાનો ભાજપનો બી પ્લાન…
ગોધરા પાલિકામાં હાલ બીજેપી પાસે ૧૮ સભ્યો છે. બીજી તરફ અપક્ષ પાસે ૧૮ સભ્યો છે. તેમાં બે સભ્યો એ બીજેપીને સમર્થન કરી દેતાં બીજેપી પાસે ૨૦ સભ્યોનું જુથબળ છે. જેમાં સત્તા મેળવવા માટે હજુ ૩ સભ્યો ખુટી શકે છે. બીજેપી પોતાની સત્તા જાળવી રાખવા માટે વધુ બે અપક્ષ સભ્યોને મનાવી લેવામાં સફળ થાય તો પણ ૧ સભ્ય ખુટી શકે છે. બીજી તરફ અપક્ષના ૧૬ સભ્યો તથા એમઆઈએમઆઈના ૭ સભ્યો મળી ૨૩ સભ્યો થતાં અપક્ષનું સત્તા મેળવવા મજબુત છે. તે જોતાં બીજેપી દ્વારા બી પ્લાન તૈયાર કર્યા છે. તે મુજબ મુસ્લીમ સભ્યો માંથી એક કે બે સભ્યોને સમાન્ય સભામાં ગેરહાજર રહેવામાં મનાવી લઈને હાજર સભ્યોનું જુથ બળ આગળ કરીને સત્તા ઉપર કબ્જો કરવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.