- પ્રિમોન્સુન અંતર્ગત વરસાદી કાંસની ચેમ્બરોની સફાઈ કરાવાઈ.
ગોધરા, ગોધરા નગર પાલિકા વિસ્તારમાં ઠેરઠેર ભુર્ગભ ગટર લાઇનો ચોકઅપ હોવાથી ગટરના ગંદા પાણીના નિકાલ નહિ થતાં રોડ રસ્તા ઉપર ગંદકીનું સામ્રાજય જોવા મળ્યુંં છે. ત્યારે ચોમાસ પૂર્વ નગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કરવા આવે તેવી માંગ સાથે પાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરાઈ છે.
ગોધરા નગર પાલિકા વિસ્તારમાં ઠેરઠેર ભુર્ગભ ગટર લાઈનો ચોકઅપ હોવાને લઈ અનેક વિસ્તારોમાંં ગટરના ગંદા પાણીનો નિકાલ નહિ રોડ રસ્તા ઉપર ગંદકીનું સામ્રાજય જોવા મળ્યું છે. થોડા દિવસો પહેલા કમોસમી વરસાદમાં આવી ઉભરાતી ગટરોના પાણી અને કમોસમી વરસાદના પાણીને લઈ લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી હતી. જ્યારે હવે ચોમાસની સીઝન ટુંક સમયમાંં શરૂ થવાની હોય ત્યારે પાલિકા દ્વારા ચોમાસા સીઝન પહેલા કરવાની થતી પ્રિમોન્સુન કામગીરી હાલ અમુક જગ્યાએ સિથીલ ગતિએ દુરંદેશી આયોજન વગર ઢંગધડા વગર કરાઈ રહી છે.
પાલિકા દ્વારા હાલમાંં જે ભુર્ગભ ગટર લાઈનો ચોકઅપ થયેલ હોય તેવી ગટર લાઈનો સાફસફાઈ કરાઈ તો ગટરના ગંદા પાણીના નિકાલ યોગ્ય રીતે થાય તેવું આયોજન કરાય તો ગટરના ગંદાપાણીના નિકાલ યોગ્ય રીતે થાય અને ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો નિકાલ થાય તેવું આયોજન કરવામાંં આવે.
ગોધરા પાલિકા વિસ્તારમાં ધી ઈકબાલ ગર્લ્સ હાઈસ્કુલ કબ્રસ્તાન રોડ થી મદ્રેસા નુરૂલ ઈસ્લામની સામે કોતર સુધી, સાતપુલ પાણીની ટાંકી થી સાતપુલ અકસા મસ્જીદ સુધી, રોયલ હોટલ થી લઈ ગરનાળા અને ત્યાંથી અલી મસ્જીદ સુધી, પોલીસ ચોકી નંબર-7 થી લઈ પોલન બજાર ઉર્દુ ક્ધયા સ્કુલ સુધી, જહુરપુરા મસ્જીદ થી લઈ પોલીસ ચોકી નંબર-4 મીંઢી કોરત સુધી જતી ભુર્ગભ ગટર લાઈનની સાઇડની ગટરની સફાઈ કરાવવામાંં આવે, ગોન્દ્રા પોટવાલ મોલ થી લઈ ઉસ્માને ગની સ્કુલ સુધી અને ત્યાંથી હલીમા મસ્જીદ લઈ નદી સુધીના કોતરની પણ સાફસફાઈ કરાવવામાં આવે, મેશરી નદી જે સિવિલ હોસ્પિટલ થી લઈ સાતપુલ સુધી તેમાં બે નાના-નાના પુલ આવે છે. તેમાંં વ્હોરવાડ ટાવરવાળા રોડ વાળો પુલ બીજો ઈદગાહ પાસે આવેલ પુલોની આજુબાજુમાં અને નીચે આવેલ પાઈપોની પણ સાફ સફાઈ કરાય તો પાણીનો સરળતાથી નિકાલ થાય, ગોન્દ્રા સર્કલ થી મેશરી નદી તરફનો રોડ ગોન્દ્રા કબ્રસ્તાનની બન્ને બાજુની ગટર લાઈન સહિત ઉપરના ખાબોચીયા ના ભરાય તે મુજબની કામગીરી, ગોન્દ્રા હાઈવે થી લીલેસરા તરફ જતા રોડ ઉપર પઠાણ ટી પાસે વરસાદમાં પાણીના નિકાલની સમસ્યા છે.
તેની પાઈપો નાખી નજીકના કોતરમાં પાણીના નિકાલ થાય તેવી વ્યવસ્થા કરાય, ખાડી ફળીયામાંં પ્રતિવર્ષ વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ છે. તેના કાયમી નિકાલ માટે પાઈપો નાખી સિંગલ ફળીયા ગરનાળા થઈ મેશરી નદીમાં પાણીનો નિકાલ કરાય, ભુરાવાવ રેલ્વે ઓવર બ્રીજના છેડે થી ધનશ્યામ હોસ્પિટલ તરફ જતા રસ્તા ઉપર વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે. તેનુંં કાયમી નિરાકરણ આવે તે મુજબની કામગીરી નગર પાલિકા દ્વારા ચોમાસાની સીઝન પહેલા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે જેથી સામાન્ય દિવસોમાં ભુર્ગભ ગટર લાઈનો ચોકઅપ થવાથી ગંદાપાણી રોડ ઉપર ઉભરાતા જે સમસ્યા સર્જાય છે. તે ચોમાસાની સીઝનમાં ચાલુ રહેતા ગંદકી અને વરસાદી પાણીને લઈ ભવિષ્યમાંં રોગચાળાની સમસ્યાનો નિકાલ આવી શકે છે. ત્યારે પ્રિમોન્સુન કામગીરી કરવામાંં આવે તેવી માંગ સાથે એઆઈએમઆઇએમ પાર્ટીના મહામંત્રી ઈશ્હાક એમ. બોકડા દ્વારા પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરાઈ છે.