- માત્ર 25 સેક્ધડમાં જ 25 કામોની સર્વ સભ્યોએ સર્વાનુમતે મંજૂરી ની મહોર મારી દીધી હતી.
ગોધરા, ગોધરા નગર પાલિકાની ખાસ સામાન્ય સભા પાલિકા કચેરીના સભાખંડ ખાતે બોલાવવામાં આવી હતી. નૂતન વર્ષ બાદ પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં પાલિકાનાં વોર્ડ સદસ્યોની મહત્તમ હાજરી જોવા મળી હતી. જે સામાન્ય સભામાં 25 કામોને ઉપસ્થિત સભ્યોએ માત્ર 25 સેક્ધડમાં જ મંજૂર કરી સભા પૂર્ણ થઈ હતી. ગોધરા નગર પાલિકા કચેરીના સભાખંડમાં આજ રોજ મળેલી ખાસ સામાન્ય સભામાં 25 કામોની ઉપસ્થિત સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. જેમાં 25 કામોમાં ખાસ કરીને મહત્વના કામોમાં ગોધરા શહેરમાં વિવિધ ત્રણ જાહેર સ્થળો જેવા કે લાલબાગ બસ સ્ટેન્ડ વીર સાવરકરની પ્રતિમા પાસે, ચર્ચ પાસે, સર્કિટ હાઉસ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે I LOVE GODHRA નાં સાઈન બોર્ડ મુકવા અંગેનો ખર્ચ તેમજ ગોધરા શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસામાં પાણીનો નિકાલ કરવા માટે વરસાદી પાણીની ગટર લાઇન બનાવવા અંગેનો ખર્ચ, ગોધરા નગર પાલિકાની માલિકીની દુકાનોના ભાડુઆત દ્વારા ભાડું ભરેલ નથી જે અંગે કાર્યવાહી હાથ ધરાશે. ત્યારે 25 કામો ની મંજુરી માટે મળેલી ખાસ સામાન્ય સભા માત્ર 25 સેક્ધડમાં જ પૂર્ણ કરી દેવાતા આ વખત સામાન્ય સભા નીરસ રહી હતી તેમ કહી શકાય. સામાન્ય સભામાં પાલિકા સભ્ય દ્વારા ગોધરા રેલવે સ્ટેશનના દરવાજા આગળ I LOVE GODHRAનું સાઇન બોર્ડ મૂકવામાં આવે તેવી દરખાસ્ત પણ કરવામાં આવી હતી.