ગોધરા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 10માં ખોદાયેલ ખાદા છેલ્લા કેટલાય મહીનાથી ન પુરાતા રહીશોમાં રોષ

ગોધરા,

ગોધરા નગર પાલિકાનાં વોર્ડ 10માં પાલિકા દ્વારા પાણીની પાઇપ લાઈનની રીપેરીંગની કામગીરી કરવામાં આવ્યા બાદ કેટલાય દિવસો વીતવા છતાં ખાડા પૂરવામાં નહિ આવતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

ગોધરા નગર પાલિકાના વોર્ડ 10 માં ગોન્દ્રા વિસ્તારમાં આવેલી મન્સૂરી સોસાયટી સુબ્હાની મસ્જિદ આગળ પાણીની પાઇપ તૂટી ગઈ હોય તે મામલે પાલિકા દ્વારા રીપેરીંગની કામગીરી કરવામાં આવી પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ ખાડા પુરવામાં આવતા નથી. અહી સ્થાનિક વિસ્તારમાં ધાર્મિક સ્થાન આવેલું હોય ત્યારે સ્થાનિક રહીશો દ્વારા આ મામલે માંગ ઉઠવા પામી છે કે પાલિકા દ્વારા આ ખાડા તુરંત પુરવામાં આવે. તદ્ઉપરાંત આ જ માર્ગ ઉપર મોટા ભાગની સરકારી કચેરીઓ આવેલી છે જ્યાંથી સ્થાનિકો તેમજ રાહદારીઓ અવર જવર કરે છે. ત્યારે દિવસે તો ઠીક પણ રાત્રીના સમયગાળા દરમિયાન અંધકાર હોવાના કારણે સ્થાનિકોને અકસ્માત થવાની ભીતી સેવાઇ રહી છે.આ મામલે નગર પાલિકાને વારંવાર કહેવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવા આવી નથી. માટે રહીશોમાં રોષની લાગણી વ્યાપી છે.