- પીવાના પાણીની સમસ્યા હલ ન થાય તો આવનાર ચુંટણીનો બહિષ્કારની ચિમકી.
- ગોધરા મકનકુવા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની સમસ્યા.
- મકનકુવા વિસ્તારના રહિશોને માત્ર ૫ થી ૧૦ જ મીનીટ મળતા પાણીથી રહિશો પરેશાન.
- ગોધરાના મકનકુવા, શેઠવાડા, ખાટકીવાડ જેવા વિસ્તારોમાં પાણી ન મળવાથી સમસ્યા.
- આ વિસ્તારના લોકોને પાણી લાવવા માટે નજીકના હેન્ડ પંપનો સહારો લેવો પડે છે.
- નગર પાલિકાને રજુઆત કરી કરી થાકયા રહિશો.
- આ વિસ્તારના કાઉન્સીલર આ પાણીની સમસ્યાથી વાકેફ છે તો પણ આ સમસ્યાનું કોઈ સોલ્યુશન નહીં.
ગોધરા શહેર મકનકુવા વિસ્તારના રહિશોને છેલ્લા ધણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા વેઠી રહ્યા છે. આ વિસ્તારમાં એક ટાઈમ મળતાં પાણીનો પુરવઠો માત્ર ૫ થી ૧૦ મીનીટ પાણી મળે છે. ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા સહન કરતાં રહિશો દ્વારા અવારનવાર રજુઆત કરવામંા આવી હોવા છતાં નધોર પાલિકા તંત્ર દ્વારા આ પ્રશ્ર્વનોનો ઉકેલ લાવવામાં આવતો ન હોય જેને લઈ સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે.
ગોધરા નગર પાલિકા વિસ્તારના મકનકુવા, શેઠવાડા, ખાટકીવાળ વિસ્તારમાં ધણા વર્ષોથી લો-પ્રેશર થી પાણીનો પુરવઠો મળતો હોય છે. જેને લઈ આ વિસ્તારના રહિશો પીવાના પાણીની સમસ્યાને લઈ પરેશાન થઈ રહ્યા છે. એક તો આ વિસ્તારમાં લો-પ્રેશરની પાણીનો પુરવઠો મળી રહ્યો છે. તે પણ માંડ ૫ થી ૧૦ મીનીટ પાણી મળી રહ્યું છે. સ્થાનિક રહિશો જણાવી રહ્યા છે કે આ વિસ્તારના રહિશો નગર પાલિકામાં નિયત ટેકસ ભરતા હોવા છતાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નગર પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે. છેલ્લા ધણા વર્ષોથી પીવાના પાણીનો પુરવઠો માત્ર ૫ થી ૧૦ મીનીટ મળતો હોવાને લઈ રહિશો પરેશાન થઈ રહ્યા છે. મકનકુવા, ખાટકીવાડ, શેઠવાડા સહિતના વિસ્તારોમાં ધણા વર્ષોથી નગર પાલિકા દ્વારા પુરો પાડવામાં આવતા પીવાના પાણીનો પુરવઠો માત્ર ૫ થી ૧૦ મીનીટ આપવામાં આવતો હોવાને લઈ રહિશોને હેન્ડ પંપ ઉપર થી પાણી ભરવાનો વખત આવે છે. સ્થાનિક વોર્ડ કાઉન્સીલરો તેમજ નગર પાલિકામાં અવાર નવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા પીવાના પાણીની સમસ્યાનો પ્રશ્ર્ન હલ કરવામાં રસ દાખવ્યો નથી. સ્થાનિક રહિશો પીવાના પાણીની સમસ્યાને લઈને અનેક રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહિ આવતાં જીલ્લા કલેકટરને રજુઆત કરવા તેમજ ઉચ્ચકક્ષા એ રજુઆત કરવાનો મૂડ બનાવ્યો છે. ગોધરા નગર પાલિકાના ચૂંટાયેલ કાઉન્સિલરોની મુદ્દત પુરી થઈ છે અને ટુંક સમયમાં નગર પાલિકાની ચૂંટણીની જાહેરાત થવાની છે. તેવા સમયે મકનકુવા વિસ્તારના રહિશોની પીવાના પાણીની કાયમી સમસ્યાને લઈ બાંયો ચઢાવી છે. જો મકનકુવા, ખાટકીવાડ, શેઠવાળા વિસ્તારના રહિશોની પીવાના પાણીની સમસ્યાનેા ઉકેલ લાવવામાં નહિ આવે તો આગામી નગર પાલિકાની ચુંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.
પાણીની સમસ્યા ન ઉકેલાય તો ચુંટણી બહિષ્કાર કરવાની ચિમકી…..
ગોધરા નગર પાલિકા વિસ્તારના મકનકુવા, શેઠવાળા, ખાટકીગવાડ વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાના સ્થાનિક રહિશો સામનો કરી રહ્યા છે. પીવાના પાણી સમસ્યાને લઈ ચુંટાયેલા પાલિકા સભ્યોને અનેકવાર રજુઆત કરવામાં આવે છે. સાથે પાલિકામાં પણ રજુઆત કરવા છતાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેને લઈ સ્થાનિક રહિશો દ્વારા આવનાર નગર પાલિકાની ચુંટણીમાં મતદાન બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ચુંટણી સમયે વોટ લેવા માટે વાયદાઓ સાથે મેદાનમાં આવતાં શહેરા બાવાઓ પાણીની સમસ્યાને લઈ રોષે ભરાયેલા રહિશોને કેવી રીતે મનાવશે ? પાણીની સમસ્યાનો ઉકેલ આવશે ખરો તે જોવાનું રહ્યું ?
સુરેખાબેન રાઠોડ….
અમારા વિસ્તારમાં પાણીની ખૂબ જ સમસ્યા છે. અમારા વિસ્તારમાં માત્ર ૫ થી ૧૦ મીનીટ જ પાણી આવે છે. અમે નગર પાલિકાનો ટેકસ ભરીએ છે. તે છતાં પાણી મળતું નથી. અમારા નગર પાલિકા કાઉન્સીલરને રજુઆત કરવા છતાં હજુ સુધી પાણીની સમસ્યાનો પ્રશ્ર્ન હલ થયો નથી અને હવે આ પાણીની સમસ્યા હલ નહીં થાય તો અમે નગર પાલિકાની ચુંટણીનો બહિષ્કાર કરીશું.
પલકબેન શાહ…..
હું મકનકુવા વિસ્તારની રહેવાસી છું. અમારે કેટલાય વર્ષોથી પાણીની સમસ્યા છે. અમે નગર પાલિકામાં કેટલીયવાર રજુઆતો કરેલી છે. અને દર બે-ત્રણ દિવસે ટેલિફોનિક ફરિયાદ પણ કરતા રહીએ છીએ તથા નગર પાલિકા અગાઉના જન પ્રતિનિધિઓને પણ આ સમસ્યાથી અવગત કરાવેલ છે. જેમાં કોઈએ પણ અમારી સમસ્યાને ધ્યાને લીધું નથી.