ગોધરા,
ગોધરા નગર પાલિકા ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર સેફટીની સુવિધા ન ધરાવતા હોય અથવા ફાયર સેફટીના સાધનો કાર્યરત ન હોય તેવા ૪૬ જેટલા એકમોને નોટીસ ફટકારવામાં આવી છે.
ગુજરાત રાજ્યના મોટા શહેરોમાં હોસ્પિટલ, શોપીંગ મોલ, બહુ મંજલી ઈમારતો તેમજ ફેકટરીઓમાં આગ લાગવાની ધટનાઓ સામે આવી છે. ફાયર સેફટીના અભાવે મોટી હોનારતો બનવા પામી હતી. તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા તમામ શહેરોમાં હોસ્પિટલ, બહુ મંજીલી ઈમારતો, સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની સુવિધાની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ગોધરા નગર પાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીની સુવિધા ના ધરાવતા હોય અથવા ફાયર સેફટીના સાધનો કાર્યરત ન હોય તેવા ૪૬ એકમો શોધી કાઢવામાં આવ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા આવા એકમોને નોટીસ પાઠવીને ફાયર સેફટીની સુવિધા ઉભી કરીને એન.ઓ.સી. મેળવી લેવા માટે સુચન કરવામાં આવ્યું છે.