ગોધરા શહેરના વોર્ડ નં. 10ના AIMIM કાઉન્સિલર સૈયદ જલાલુદ્દીન દ્વારા ગોધરા નગરપાલિકાની બાજુમાં બનાવવામાં આવેલી નવીન પાણીની ટાંકી ચાલુ કરી શહેરીજનો તેનો લાભ મળે તે હેતુથી આજરોજ ગોધરા નગરપાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતુ કે, ગોધરા નગરપાલિકાની ગ્રાન્ટમાંથી બનાવમાં આવેલી નવીન પાણીની ટાંકી હજૂ સુધી બંધ હાલતમાં છે. જો આ પાણીની ટાંકીને ચાલું કરવામાં આવે તો શહેરીજનોને તેની લાભ મળે, તેમજ ટાંકી બનાવવાનો નિર્ણય પણ સાર્થક નીવડે તેમ છે. વધુમાં નગરપાલિકા દ્વારા હાલમાં પાણીની ટાંકી બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જે પૈકી વ્હોરવાડ પાણીની હયાત ટાંકીને તોડીને નવીન ટાંકી બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જે પાણીની ટાંકીમાંથી જેટલા વિસ્તારમાં પાણી પહોંચે છે.
તે વિસ્તારોમાં આ નવીન પાણીની ટાંકીમાંથી કનેક્શન આપવામાં આવે, જેનાથી જર્જરિત થયેલ વ્હોરવાડ ટાંકીને તોડીને નવીન બનાવવા સુધી, કોઈ જગ્યાએ પાણીની સમસ્યાનો સામનો ન કરવી પડે અને વ્હોરવાડ વિસ્તારનાં લોકોના કનેક્શન આ નવીન બનાવેલ પાણીની ટાંકીને સાથે જોડાણ કરવામાં આવે જેના કારણે એ વ્હોરવાડ વિસ્તારના લોકોને પાણી પુરવઠો મળી રહે તે માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.