ગોધરા નગરના સરદાર નગર ખંડ પાસે સ્વાતંત્ર્ય પર્વના 78 માં વર્ષ ટાણે પહેલ ટ્રસ્ટનો ભુખ્યાને ભોજનનો 78 મો ગુરુવાર રંગ જમાવી ગયો….

ગોધરા નગરમાં પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભુખ્યાને ભોજન કાર્યક્રમનો આજરોજ 78 મો ગુરુવાર હતો… સાથો સાથ આજે દેશને આઝાદ થયે 78 વર્ષ પુરા થઇ રહ્યા હોય જેને ધ્યાનમાં લઈ પહેલ ચેરીટેબલના સભ્યો દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભુખ્યાને ભોજનની સાથે 15 મી ઓગષ્ટનો પણ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો… આ સમયે ગોધરા નગરના હાર્દસમાં કહેવાતા સરદાર નગર ખંડ પાસે અદભુત માહોલ સર્જાયો… એક તરફ માનવતાની સેવા કાજે 78 મી વખત ભુખ્યાઓને પેટ ભરીને ભોજન પીરસાઈ રહ્યું હતું… જ્યારે બીજી તરફ 78 માં સ્વતત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી હતી…