ગોધરા નગરપાલિકા ભાડા વસુલાત ઝુંબેશ માં નવો વળાંક : કોર્ટના હુકમ બાદ જ થશે આગળની કાર્યવાહી.

ગોધરા નગરપાલિકા ની ટીમ દ્વારા પાલિકા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ભાડા વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે ભાડા વસુલાત ની કામગીરી અચાનક સ્થગિત કરવામાં આવતા તંત્ર દ્વારા લંચ બ્રેક નું કારણ આગળ ધરી બે કલાક માટે કામ બંધ આવ્યું હોય તેવું જણાવી રહ્યા છે.

ગોધરા નગરપાલિકા ની ટીમ દ્વારા પાલિકા શોપિંગ સેન્ટરની દુકાનોમાં બાકીના નીકળતા ભાડાની વસુલાતની કામગીરી હાથ ધરાઈ હતી પાલિકા ટીમ દ્વારા સવારે થી પોલીસ બંદોબસ્ત સાથે રાખી કામગીરી કરવામાં આવતી હતી તે કામ અચાનક સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. કામગીરી સ્થગિત કરવા માટે પાલિકા તંત્ર એ લંચ બ્રેક નું કારણ બનાવીને બે કલાક માટે કામગીરી બંધ રાખી હોવાનું જણાવ્યું હતું જ્યારે ગોધરા પાલિકા શોપિંગ સેન્ટરના વેપારીઓ ભાડું નહીં ભરનાર દુકાનદારોને સીલ કાર્યવાહીને લઈ વેપારીઓ હાઇકોર્ટમાં જતા કોર્ટ તરફથી 25% રકમ ભરી હાલ પૂરતી કામગીરી સ્થગિત કરવાનો દાવો કરી રહ્યા છે ત્યારે આજ રોજ પાલિકા તંત્ર દ્વારા મોટાભાગની વસૂલાતની કામગીરી કરાય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે હાઇકોર્ટ દ્વારા પાલિકાના દુકાનદારના ભાડા વસૂલવા માટે કયા પ્રકારનો હુકમ કરવામાં આવ્યો છે તે હુકમ આવ્યા બાદ પાલિકા તંત્ર આગળ કાર્યવાહી હાથ ધરશે કે કેમ તે જોવાનું રહ્યું.