ગોધરા નગરપાલિકામાં બાંધકામના કામો કરનાર ત્રણભાજપા સમર્થક બેંંક ગેરંંટી રજૂ કરી હોવાના નામ ખૂલતા ખળભળાટ

  • ચુંટાયેલા ભાજપાના જ સભ્ય દ્વારા પાલિકાની ગેરરીતિ સંદર્ભે ઉચ્ચસ્તરે રજૂઆત કરી
  • સત્તાધીશો તથા કોન્ટ્રાકટરોની મિલી ભગતથી લાખોની રકમની ગેરંટી રજૂ કરીને કોન્ટ્રાકટર હસ્તગત કર્યો.
  • વર્ષોથી પાલિકામાં લેભાગુ કોન્ટ્રાકટરોનો દબદબો : ભાજપા સમર્થકો છે.
  • તત્કાલીન પ્રમુખે તપાસની માંગ કરાતા ત્રણ ઈજારદારોએ વગથી કામ મેળવ્યા.
  • કોન્ટ્રકટર મનહર જે.પટેલ એલ.ડી. ક્ધટ્રકશન તથા દીપક ગાંધીનું નામ બહાર આવતા ચર્ચાનો વિષય.
  • વર્ષોથી બોગસ બેંક ગેરંટી રજૂ કરીને કરોડો કામો કરીને ગેરરીતિ આચરી.
  • છેલ્લા ૧૫ વર્ષના કામોની પણ તપાસ થવી જોઈએ.

ગોધરા,
ભ્રષ્ટાચારનો ભોરીંગો ગણાતી પંચમહાલ જીલ્લાની મોટામાં મોટી ગોધરા નગરપાલિકામાં ભૂતકાળમાં હાથ ધરાયેલા વિવિધ બાંધકામના કામોમાં ત્રણ જેટલા કોન્ટ્રાકટરોના ટેન્ડર વખતે નકલી FDR રજૂ કરાઈ હોવાના નામ ખૂલ્યા બાદ હવે શું કાર્યવાહી હાથ ધરાશે. બીજી તરફ છેલ્લા ૧૫ વર્ષના આવા શંકાસ્પદી કોન્ટ્રાકટરોના FDR પણ તપાસવાની પ્રજા માંગ કરી રહી છે. જેથી દુધનું દૂધ પાણીનું પાણી બહાર અવે તેવી શકયતાઓ છે.
પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરામાં આવેલી નગરપાલિકા મોટામાં મોટી સંસ્થા છે. ભૌગોલિક વિસ્તાર, કરવેરાની આવક તથા અનુદાનિત ગ્રાન્ટ મુજબ પણ મોટામાં મોટી ગણાની રાજકીય રીતે મહત્વનું સ્થાન ધરાવે છે. સમગ્ર સરકારી મંત્રીના રોકાણ તથા રાજકીય કદ પ્રમાણે સરકાર છુટ્ટે હાથે લ્હાણી કરીને વિકાસના કામો અર્થે નાણાંકીય મદદ પણ ફાળવે છે. આ નાણાંકીય સહાય નિયમ પ્રમાણે વાપરવી તથા સરકારના નકકી કરાયેલ નીતિ નિયમો પ્રમાણે કામ કરવાના હોય છે. પરંતુ ગોધરા નગરપાલિકામાં કામ કરતા કોન્ટ્રાકટરો તથા સત્તાધિશોની રાજકીય મીલીભગતથી કઈ રીતે બાંધકામના કામો મેળવીને અને કેટલી સરકારી રકમની હયભય કરી જવાનો કિસ્સો બહાર આવ્યો છે. ગોધરા પાલિકામાં છેલ્લા કેટલાક સમયથી આરસીસી રસ્તા, બ્લોક પેપર, ડામર રોડ, લેન્ડફીલ સાઈટ તથા દિવાલ અંગેના કામો કરવા અંગે ભાજપના જ પંકાયેલા કાર્યકર્તાઓ કે સમર્થકો એ કોઈપણ રીતે ટેન્ડર મંજૂર કરાવવામાં ફાવટ ધરાવતા હતા. આ ભાજપની શરમ તથા દબદબાના કારણે આ કહેવાતા ઈજારદારોએ જાણે સત્તા ખીસ્સામાં લઈને ફરીને રૌફ જમાવીને મંજૂર ટેન્ડર વખતે FDR તથા બેંક ગેરંટી વખતે નકલી બનાવીને આર્થિક રકમમાં છેડછાડ કરીને રજૂ કરાઈ હોવાની અનેકો વખત બૂમો વચ્ચે તાજેતરમાં પૂર્વ પ્રમુખે રજૂઆત કરતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાતા ત્રણ નકલી બેંક ગેરંટી રકમ મૂકનાર ઈજારદાર મનહર જેે.પટેલ, કઉ કોન્ટ્રાકટર તથા દિપક ગાંધીનાઓના નામ ખૂલતા પાલિક વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના સત્તાધીશો સાથે સાંઠગાંઠ રચીને ” એક બે ચીભડા તોડૂ…… એ કહેવત પ્રમાણે વર્ષોથી આવા નકલી બેંક ગેરીંટી રજૂ કરીને કામો હસ્તગત કરવામાં પારંગત કેળવતા આ કોન્ટ્રાકટરોના નામ ખૂલવાની સાથે ભાજપા શાસિત ગોધરા નગરપાલિકા દ્વારા આચરાઈ રહેલ કૌભાંડનો ઉજાગર થતા નગરજનોમાં અનેક ચર્ચાઓએ સ્થાન લીધું છે. ડુપ્લીકેટ બેંક ગેરંટી મૂકનાર આવા લેભાગુ કોન્ટ્રાકટર્સના નામ બહાર આવ્યા બાદ હવે ભાજપના સત્તાધીશો તેઓની સામે શું કાર્યવાહી હાથ ધરાશે. તેના ઉપર સૌની નજર મંડાઈ છે. નિયમ પ્રમાણે વચન પાળીને બ્લેક લીસ્ટેડ થશે ?

એક તરફ ગોધરા નગરપાલિકામાં બાંધકામના કામો કરનાર ભાજપા સમર્થક કોન્ટ્રાકટરોએ કરોડોના કામો મેળવીને આંધળી કમાઈ કરી છે. નિયમપ્રમાણે બોગસ FDR બેંક ગેરંટી રજૂ કરાઈ હોય તો તેઓને બ્લેક લીસ્ટેડ કરવાની સત્તા પાલિકાને છે. આ નિયમ પ્રમાણે આ ત્રણ કોન્ટ્રાકટરોના નામ બહાર આવતા હાલ પૂરતું પાલિકા પ્રમુખ ઈલેન્દ્ર પંચાલ બ્લેક લીસ્ટ સહિત પોલીસ જેવી કડક કાર્યવાહી હાથ ધરવાની બાંહેધરી આપી છે. તે બોલેલા વચન મુજબ અમલ કરશે. ભાજપની શરમ ભરીને બોલ વચ્ચન જેવી નીતિ અપનાવીને તેઓને બ્લેક લીસ્ટેડ કાર્યવાહી થી બચાવવાની મથામણ કરશે. તે બાબતે પ્રજાની નજર મંડાઈ છે.

ભૂતને કાઢવા ભૂવાઓનું જાગરણ ?

  • તમામના કાર્યકાળના બેંક ગેરંંટીના દસ્તાવેજોની તપાસણી અનિવાર્ય.

આમ પ્રજામાં એવી ધારણા છે કે, ચુંટાયેલા શહેરી બાવાઓ હંમેશા સત્તા મેળવ્યા પછી પૈસો મારો પરમેશ્ર્વર તે ન્યાય પ્રમાણે કઈ રીતે બાંધકામના તથા અન્ય કોન્ટ્રાકટ મળે તેવી યુકિત-પ્રયુકિત અજમાવતા હોય છે. ત્યારે તત્કાલીન પ્રમુખ અને હાલ ભાજપાના પાલિકા સદસ્ય ગંગારામ હરવાણી દ્વારા બોગસ બેંક ગેરંટી રજૂ કરનાર કોન્ટ્રાકરો સામે તપાસ કરવાની માંગણી બાદ હાલ પૂરતા ત્રણ કોન્ટ્રાકટરોના નામ ખૂલ્યા છે. બીજી તરફ જાગૃત પ્રજા કે પાલિકા સભ્યોના સમર્થકો કહી રહ્યા છે. લોકો માંગણી કરી રહ્યા છેકે ભાજપે સત્તા હાંસલ કરનાર તત્કાલીન પ્રમુખ રાજુભાઈ દરજી, મૂરલીભાઈ મૂલચંદાણી, રાજેશ ચૌહાણ, ગગનભાઈ હરવાણી, વિદ્યાબેન હરવાણી તથા ઈલેન્દ્રભાઈ પંચાલ સહિતાનાઓના કાર્યકાળમાં આવા કામ કરનાર કોન્ટ્રાકટરોએ બેંક ગેરંટીના દસ્તાવેજોની ચકાસણી કરવી અનિવાર્ય ગણાઈ રહી છે. ત્યારે ભૂતને કાઢવા ભૂવાઓનું જાગરણ થશે કે કેમ ?