ગોધરા નગરપાલિકા વિસ્તારમાં ત્રણ ગ્રામ પંચાયતોનો સમાવેશના હુકમથી હડકંપ.
સને-2015 માં સરકાર દ્વારા ગોધરા તાલુકાના વાવડી,ભામૈયા અને ચિખોદરા આ ત્રણેય ગ્રામપંચાયતો ગોધરા શહેર વિસ્તારને અડી ને આવેલ હોવાથી આ ત્રણેય ગામોનો સમાવેશ ગોધરા નગર પાલિકા વિસ્તારમાં કરવો તે પ્રકારનું એક નોટિફિકેશન સરકાર દ્વારા જારી કરવામાં આવ્યું હતું જેને લઈને પંચાયતી રાજ માં ભારે હડકમ મચી જવા પામ્યો હતો ત્યાર બાદ સરકારના આ નોટિફિકેશન ને સને 2016માં વાવડી પંચાયતના સત્તાધીશોએ હાઇકોર્ટમાં પડકારીને આ નોટિફિકેશન સામે સ્ટે મેળવી લીધો હતો અને તાજેતરમાં કરાયેલી પિટિશન ની સુનાવણી થતા હાઇકોર્ટે વાવડી ગ્રામપંચાયતની પિટિશનને રદ કરતો હુકમ કર્યો હતો જાણવા મળ્યા મુજબ આ ત્રણેય ગ્રામપંચાયતો ગોધરા શહેર વિસ્તારને અડી ને આવેલી હોવાથી નગર પાલિકા દ્વારા સરકારની ગ્રાન્ટ માંથી લોકોની સુખાકારી માટે વિકાસના કામો પણ થયેલા હોવાની નોંધ હાઇકોર્ટે લીધી હોવાથી તાજેતરમાં સુનાવણી દરમ્યાન વાવડી પંચાયતની પિટિશન હાઇકોર્ટે રદ કરતા પંચાયતી સત્તાધીશોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો આ ત્રણ ગ્રામપંચાયતો પૈકી વાવડી પંચાયત સૌથી મોટી પંચાયત છે અને આ પંચાયત નો અડધો વિસ્તાર ગોધરા શહેર ને અડીને આવેલો છે તાજેતરમાં જ વાવડી પંચાયત ના ગેરરીતિના પ્રકરણમાં ભારે ચર્ચા માં આવી હતી અને જવાબદાર અધિકારીઓ દ્વારા વાવડી પંચાયતના રેકર્ડ કબ્જે લઈ જરૂરી તપાસ પણ હાથ ધરવામાં આવી હતી