ગોધરાની પશ્ચિમ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના અંત લાવવા માટે જીલ્લા લધુમતી મોરચા પ્રમુખ દ્વારા નગર પાલિકાને રજુઆત

ગોધરા,
ગોધરા પાલિકાના પશ્ચિમ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા બાબતે અનેક રજુઆતો થતી હોય છે. આ વિસ્તારમાં બે પાણીની ટાંકી આવેલ છે. આ બન્ને ટાંકી માંથી પીવાનું પાણી પહોંચતું કરવામાં આવે તો સમસ્યાનો હલ થાય છે. તેવી માંગ સાથે જીલ્લા ભાજપ લધુમતી મોરચના પ્રમુખ દ્વારા પાલિકા તેમજ વહીવટી તંત્રને લેખિત રજુઆત કરાઈ.

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગેની પ્લોટ, સાતપુલ, હારૂન મસ્જીદ વિસ્તાર, મકકી મસ્જીદ, અબ્દુલ રહીમ મસ્જીદ, ખાંખરીયા પ્લોટ, જકરીયા મહોલ્લા વિસ્તારોમાં પીવના પાણીની સમસ્યાને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે. પીવના પાણીની સમસ્યાને લઈ જીલ્લા ભાજપ લધુમતી મોરચનાના પ્રમુખને અવારનવાર સ્થાનિક લોકો દ્વારા મૌખિક તેમજ સોશ્યલ મીડીયા દ્વારા રજુઆતો કરવામાં આવતી હોય ત્યારે લધુમતી મોરચાના પ્રમુખ દ્વારા પશ્ર્ચિમ વિસ્તારોમાં પીવના પાણીની સમસ્યાને લઈ લેખિત રજુઆત કરાઈ છે કે, નલ સે જલ યોજના અંતર્ગત આ વિસ્તારોમાં પીવાના પાણી પહોંચાડવા માટે બે પાણીની ટાંકી બનાવેલ છે. એક ટાંકીમાં 15 લાખ લીટરની તેમજ 20 લીટર પાણીનો સંપ તૈયાર કરવામાં આવેલ છે. જો આ બન્ને પાણીની ટાંકી માંથી પાણી પહોંચતું કરવામાં આવે તો 60 થી 70 ટકા લોકોની પીવના પાણીની સમસ્યાનો હલ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ સાથે ગોધરા પાલિકા સત્તાધિશોને લેખિત રજુઆત કરવામાં આવી છે.ગોધરા તાલુકાના ગોલી ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં ગંભીર ઉલટ ફેર વોર્ડના મતદારો સાથે કુટુંબનું વિભાજન કર્યું