Godhra Nagar Palika દ્વારા વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં વિકાસના કામો માટે વર્ક ઓર્ડર મેળવ્યા હોય તેવા કામો સાત દિવસમાં શરૂ કરવા પાલિકા પ્રમુખ દ્વારા કોન્ટ્રાકટરોને નોટીસ

GODHRA-NAGAR-PALIKA-1
  • પાલિકા પ્લાનીંગ કમીટી દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હોય તેવા કામો પુરા નહિ કરી વિકાસ થી વંચિત રાખ્યા
  • ૨૦૧૯ અને ૨૦૨૦ના વર્ષમાં રોડ રસ્તાના કામોના વર્ક ઓર્ડર મેળવ્યા હોય તેવા કામો કોન્ટ્રાકટરો દ્વારા અધુરા કે પુરા કરવામાં આવ્યાનથી
  • જે વિકાસના કામોના વર્ક ઓર્ડર મળ્યા હોય તેવા કામો ચોમાસા પહેલા પુરા કરવા માટે નોટીસ
  • પાલિકાના અગાઉના સત્તાધિશો સાથે ભાગ બટાઈમાં કામો ખોરંભે ચડાવ્યા હોય તેવા કોન્ટ્રાકટરો હવે શું કરવું તેની ચિંતા

ગોધરા નગર પાલિકા (Godhra Nagar Palika)માં સત્તાની ઘુરા અપક્ષ પ્રમુખે સંભાળતાની સાથે એકશન મોડમાં આવ્યા છે. પાલિકા પ્રમુખ દ્વારા વર્ષ-૨૦૧૯ અને ૨૦૨૦માં પાલિકા પ્લાનીંગ કમીટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો માટે કોન્ટ્રાકટરોને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. તેવા કામો કોન્ટ્રાકટરો દ્વારા પુરા નહિ કરી લોકોને વિકાસ થી વંચિત રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને પાલિકાના કામોના કોન્ટ્રાકટ ધરાવતા હોય તેવા કોન્ટ્રાકટરોને નોટીસ આપીને બાકી અને અધુરા કામો ૭ દિવસમાં પુરા કરવા માટે નોટીસ આપવામાં આવતાં પાલિકા વિસ્તારના વિકાસના કામો ને ખોરંભે ચડાવતા કોન્ટ્રાકટરોમાં ફફડાટ જોવા મળ્યો છે.

ગોધરા નગર પાલિકા(Godhra Nagar Palika)માં વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ના વર્ષ ભાજપનું શાસન હતું. તે સમયગાળામાં નગરજનોને પ્રાથમિક સુવિધા પુરી પાડવા માટે વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા હતા અને નગર પાલિકા પ્લાનીંગ કમીટી દ્વારા આવા વિકાસના કામોના વર્ક ઓર્ડર કોન્ટ્રાકટરોને આપવામં આવ્યા હોવા છતાં કામો અધુરા તેમજ શરૂ નહી કરીને ગોધરા પાલિકા વિસ્તારના રહિશોને પ્રાથમિક સુવિધા થી વંચિત રાખ્યા હોય તેવા વિકાસના કામો ઝડપ થી પુરા કરાવવા માટેના પ્રયાસ ગોધરા પાલિકાના પ્રમુખ સંજય સોની દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

ગોધરા પાલિકા(Godhra Nagar Palika)ના પ્રમુખ દ્વારા ૨૦૧૯ના વર્ષ ૨૬/૦૨/૨૦૧૯ના રોજ કોન્ટ્રાકટર શોએબ વાય.બકકરને પ્લાનીંગ કમીટી દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેવા વિકાસના કામો અધુરા અને શરૂ નહિ કરી પુરાવ કરવામાં આવ્યા ન હોય તેવા કામો પુરા કરવા માટે ટેલીફોન થી તેમજ મૌખિક સુચના આપવામાં આવી છે. આગામી ચોમાસાની સીઝન પહેલા બાકી વિકાસના કામો પુરા કરવા માટે નોટીસ પાઠવવામાં આવી છે.

ગોધરા પાલિકા(Godhra Nagar Palika) દ્વારા ૨૦૨૦ના વર્ષમાં તા.૧૯/૧૨/૨૦ના રોજ વિકાસના કામો માટે આપવામાં આવેલ વર્ક ઓર્ડર મુજબના કામો કોન્ટ્રાકટર વિશાલ પી.વ્યાસ કરતા હોય તેમના દ્વારા વિકાસના કામો રોડ રસ્તાના અધુરા અને પુરા નહિ કરીને નગરજનોને વિકાસ થી વંચિત તેમજ મળવા પાત્ર પ્રાથમિક સુવિધા પુરી નહિ પાડેલ હોય ત્યારે કોન્ટ્રાકટરને ૭ દિવસની નોટીસ આપી અધુરા કામો પુરા કરવા સુચન કરાયું છે.

ગોધરા નગર પાલિકા(Godhra Nagar Palika)માં સુરતની તી‚પતિ ક્ધસ્ટ્રકશનને પ્લાનીંગ કમીટી દ્વારા તા.૧૩/૦૮/૨૦ના રોજ રોડ રસ્તાના કામો માટે વર્ક ઓર્ડર આપવામંા આવ્યા હતા. પાલિકા માંથી કોન્ટ્રાકટર દ્વારા વિકાસના કામો માટે વર્ક ઓર્ડર મેળવેલ હોય તેવા વિકાસના કામો માટે ટેલીફોનીક તેમજ મૌખિક સુચન તિ‚પતિ ક્ધસ્ટ્રકશનને આપવામાં આવી હોય તેમ છતાં અધુરા વિકાસલક્ષી કામો પુરા નહિ કરી તેમજ વર્ક ઓર્ડર મળ્યો હોય તેવા કામો શરૂ નહિ કરીને નગરજનોને વિકાસના કામો થી વંચિત રાખ્યા હોય તેવા વિકાસના કામો માટે નોટીસ આપી ૭ દિવસમાં શરૂ કરવા માટે સુચન કરવામાં આવ્યું છે. જો વિકાસના કામોના વર્કઓર્ડર ધરાવતા કોન્ટ્રાકટર અને એજન્સી કામો પુરા કરવામાં કસુર કરશે તો નિયમનુસાર કાયદેસર કાર્યવાહી કરવા નગર પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા નોટીસમાં જણાવવામાં આવ્યું છે. ગોધરા નગર પાલિકા(Godhra Nagar Palika)માં બીજેપી(BJP)ના શાસનમાં વિકાસલક્ષી કામો મળતીયાઓની મારફત મેળવીને કામો સમયસર પુરા નહિ કરી તેમજ કામો સ્થળ ઉપર પુરા કર્યા વગર સત્તાધિશો સાથે મળીને ભાગ બટાઈ કરતાં કોન્ટ્રાકટરોને નવા પાલિકા પ્રમુખ દ્વારા વિકાસના કામો પુરા કરવા માટે નોટીસ આપવામાં આવી છે. જેને લઈ પાલિકા માંથી ૨૦૧૯ અને ૨૦૨૦ના વર્ષમાં જુના શાસકો પાસે થી મેળવેલ કામોમં કમિશન હોય તેવા કામો વર્ક ઓર્ડર મુજબ પુરા કરવા માટે કોન્ટ્રાકટરોને ભારે મથામણ કરવી પડે તેવી સ્થિતી સર્જાય છે. ગોધરા નગર પાલિકા(Godhra Nagar Palika)માં ૨૦૧૯ અને ૨૦૨૦ના વર્ષમાં માનીતા અને મળતીયા કોન્ટ્રાકટરોને પ્લાનીંગ કમીટી દ્વારા વિવિધ વિકાસલક્ષી રોડ રસ્તા, ગટર લાઈન સહિતના કામો માટે વર્ક ઓર્ડર આપવામા આવ્યા હતા. પાલિકા વિસ્તારના વિકાસના કામોના કોન્ટ્રાકટરો શોએબ વાય.બકકર, વિશાલ વ્યાસ રૂતિરૂ પતી ક્ધસ્ટ્રકશનને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. તેવા વિકાસના કામો જે અધુરા છોડવામાં આવ્યા હોય અથવા શરૂ કર્યા ન હોય તેવા વિકાસના કામો પુરા કરવા માટે ગોધરા પાલિકા(Godhra Nagar Palika)ના પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા નોટીસ આપવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહે કે ૨૦૧૯ અને ૨૦૨૦ના વર્ષમાં વિકાસના કામો કોન્ટ્રાકટરો પુરા કરે છે કે કેમ ?