- ઓવૈશીએ જનસભા યોજી રાતો-રાત સમિકરણો બદલી નાખ્યા.
- ભાજપને ૨૪ પૈકી ૧૮, કોંગ્રેસને ૨૦ પૈકી ૧, અપક્ષ ૧૨૫ પૈકી ૧૮, AIMIM ના ૮ પૈકી ૭ ઉમદવારો વિજેતા.
- વોર્ડ નં.૫ માં ભાજપાને પછડાટ આપીને ૩ અપક્ષોએ મેદાન માર્યું.
- વોર્ડ નં.૫ માં એક માત્ર કોંગ્રેસનો ઉમેદવાર જીતતા પક્ષની લાજ રાખી.
ગોધરા,
ગોધરા નગરપાલિકાની ઉત્તેજના સભર જાહેર થયેલા પરિણામ મિશ્ર રહીને કોઇ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. પોલીટેકનિક ખાતે પરિણામ જાણવા ઉત્સાહભેર વહેલી સવારથી જ લોકટોળા જામ્યા હતાં. વિજેતા થવાની સાથે વિજય યાત્રા નિકળતાં વિવિધ વિસ્તારોમાં ટ્રાફીક જામના દ્રશ્ર્યો સર્જાયા હતા. ભાજપને ૨૪ પૈકી ૧૮, કોંગ્રેસને ૨૦ પૈકી ૧ બેઠક મળી હતી. ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં તથા અન્ય વિસ્તારોમાં અપક્ષ ૧૨૫ પૈકી ૧૮ ઉમેદવાર વિજેતા થયા છે.
જ્યારે અસદઉદ્દીન ઔવેસીએ ગોધરામાં જનસભા યોજીને રાતો-રાત ચૂંટણી સમિકરણોને જીતમાં ફેરવી દેતાં સૌ પ્રથમવાર જંગમાં ઉતરનાર AIMIM ના ૮ પૈકી ૭ ઉમદવારો વિજેતા નિવડીને રાજકીય પંડીતોને ચૌકાવી દઇને કોંગ્રેસ અને અપક્ષના ગઢમાં ગાબડુ પાડ્તાં સૌ કોઇને ચિંતામાં મુકી દીધા હતા. હંમેશા ગોધરા નગરપાલિકામાં સ્પષ્ટ જનાદેશ સાંપડતો નથી. જેથી ભાજપાએ અપક્ષોના ટેકાથી સત્તા હાંસલ કરવી પડે છે. તે મુજબ અત્યારથી તડજોડની નીતિ શ થઇને હવે પાલિકામાં કોનુ રાજ તેવી લોકો ચર્ચા કરી રહ્યાં છે. આ વખતે દબદબો રહેતાં અપક્ષ અને ભાજપા વચ્ચે સત્તાની ખેંચતાણ સર્જાઇ છે. જેમાં અઈંખઈંખ ના ૭ ઉમદવારો પાસે હુકમ પામી છે. જો તટસ્થ અને ચૂસ્ત પણે ધારે તો પાલિકામાં અપક્ષો સત્તાના સુકાન સંભાળે તો નવાઇ નહી. તેવી જ રીતે રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપાની સરકાર હોવાથી કોઇપણ ભોગે બોડી બનાવવાની મથામણ કરીને અપક્ષ સભ્યોના માનામણા શ થયાનું જાણવા મળે છે. જ્યારે વોર્ડ નં.૫ માં એક માત્ર કોંગ્રેસનો ઉમેદવાર જીતતા પક્ષની લાજ રાખી હતી. એક નજર નાંખવામાં આવે તો ૧૪ ઉમેદવારને મતદારોએ પૂન: વિજેતા બનાવ્યા છે. બાકીના એન્ટી ઇન્કમબન્સી ઇફેક્ટ મુજબ મતદારોએ જાકારો આપ્યો છે. ખાસ કરીને વોર્ડ નં.૩માં અપક્ષ ઉમેદવાર ચેતનભાઇ ઉર્ફે પપ્પીભાઇને અમદાવાદ પોલીસે અટકાયત કરી હતી. તેમ છતાં મતદારોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. જો કે મત મગણતરી વેળા પૂન: ગણતરીની માંગ કરવામાં આવી હતી. આ વખતે ભાજપાએ વોર્ડ નં.૧, ૪ અને ૧૧માં અખંડીત પેનલ મેળવી હતી. સોનીવાડ તરીકે ઓળખાતો વોર્ડ નં.૫ ભાજપનો ગઢ ગણાય છે. અહીં સૌની નજર તેઓના પરિણામ પર જામી હતી. ત્યારે ભાજપાને પછડાટ આપીને ૩ અપક્ષોએ મેદાન માર્યું છે. શહેરામાં પાંચ સિંધી સમાજના સભ્યો ચૂંટાઇ આવ્યા છે. ૧૧ વોર્ડની ૪૪ બેઠકોના પરિણામ બાદ સૌથી વધુ વોર્ડ નં.૮ મોહંમદહનીફ એહમદસઇદ કલંદર (ભાણા) AIMIM ઉપરથી સૌથી વધુ ૬૦૩૨ મતો મેળવ્યા છે. તેવી રીતે સૌથી ઓછા વોર્ડ નં.૭માં ફેમીદા જાવેદ વલીવાંકા અપક્ષ ૩૯૭ મત મેળવ્યા છે. આમ હાર-જીતના પરિણામ બાદ લોકોએ વિવિધ કારણો દર્શાવીને ઉંડુ મનો-મંથન કરી રહ્યા છે.
ગોધરા નગર પાલિકા વિજેતા ઉમેદવાર
વોર્ડ નંબર – ૧
ગોવિંદભાઇ નાયક – (ભાજપ)
દિવાબેન પરમાર – (ભાજપ)
સુનિલ લાલવાની – (ભાજપ)
હંસાબેન વાઘેલા – (ભાજપ)
વોર્ડ નંબર – ૨
કશ્યપ મુરલી મૂળચંદાની – (ભાજપ)
વર્ષાબેન ઠાકર – (ભાજપ)
સવિતાબેન બુજ – ( ભાજપ )
નરેશ રામનાની – ( અપક્ષ )
વોર્ડ નંબર – ૩
ઉષ્માબેન પટેલ – (ભાજપ)
જયપ્રકાશ હરવાણી – (ભાજપ)
દીપેશ ઠાકોર – (ભાજપ)
ગૌરીબેન પટેલ – (અપક્ષ)
વોર્ડ નંબર – ૪
જીતેન્દ્ર સાવલાણી – (ભાજપ)
ભારતી બેન પટેલ – (ભાજપ)
રમીલાબેન સોલંકી – (ભાજપ)
રાકેશભાઈ રાણા – (ભાજપ)
વોર્ડ નંબર – ૫
નસીમબાનું શેખ – (કાંગ્રેસ)
રાજેશ ( રાજુ ) દરજી – (અપક્ષ)
સેજલબેન સોની – (અપક્ષ)
સંજય સોની – (અપક્ષ)
વોર્ડ નંબર – ૬
ઇસહાક ઘાચીભાઈ – (AIMIM)
મકસુદા બોગલ – (અપક્ષ)
મેહફુજ પટેલ – (અપક્ષ)
સફુરાબીબી સદામસ – (અપક્ષ)
વોર્ડ નંબર – ૭
મો.ફેજલ સુજેલા – (AIMIM)
ઝૂલેખા રહેમત – (અપક્ષ)
ફેમીદા વલીવાંક – (અપક્ષ)
સદ્દીખ સાહેબખા – (અપક્ષ)
વોર્ડ નંબર – ૮
મોહમદ હનીફ કલંદર – (AIMIM)
હફસા ચિંતામન – (AIMIM)
અલતાફ હયાત – (અપક્ષ)
મુમતાજ મીઠા – (અપક્ષ)
વોર્ડ નંબર – ૯
તાહેરાબાનુ મોલવી – (AIMIM)
મોહમદ જાબીર રશીદભાઈ – (AIMIM)
મોહમદ અકરમ પટેલ – (અપક્ષ)
સોફિયા જમાલ – (અપક્ષ)
વોર્ડ નંબર – ૧૦
જલ્લાઉદ્દીન સૈય્યદ – (AIMIM)
અકરમ દીવાન – (અપક્ષ)
કુ.આરેફા બકકર – (અપક્ષ)
શબનમ બાનું પઠાણ – (અપક્ષ)
વોર્ડ નંબર – ૧૧
ગૌરીબેન જોશી – (ભાજપ)
રૂપેન મહેતા – (ભાજપ)
નિમ્મીબેન પરીખ – (ભાજપ)
જયેશભાઇ ચૌહાણ – (ભાજપ)