ગોધરા નગરપાલિકાની માહિતી અધિકાર હેઠળ રેકર્ડ વિગતો મેળવવા અધધ… રૂ .૬૦ લાખ ભરવા નોટીસ

  • જાન્યુઆરીમાં અરજી કર્યા બાદ સપ્ટેમ્બરમાં પણ ન્યાય માટે ગોધરાના અરજદારને રઝળપાટ.
  • શંકાસ્પદ એવી નિયમ વિરૂદ્ધની માહિતી છુપાવવાનો માર્ગ શોધી રૂ .૬૦ લાખ ભરવા પાલિકાનું ફરમાનનો ગણગણાટ.
  • સામાન્ય અરજદારની મસમોટી રકમ ફી જમા કરવાનું સાંભળતા જ પગ નીચેથી જમીન સરકી ગઈ.

ગોધરા,
ગોધરા નગર પાલિકાના બાંધકામ વિભાગની માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત અરજદારને વડોદરા અનેક અપીલ બાદ આખરે દસ વર્ષના રેકર્ડ માહિતી ઉપલબ્ધ માટે અધધ…..રૂ . ૬૦ લાખ જમા કરાવવા ફરમાન કરાતા માતબર રકમને લઈને ખળભળાટ વચ્ચે લોકોમાં આશ્ર્ચર્ય સાથે ચર્ચાઓને વિષય બન્યો છે.

ગોધરાના કાસમ હુસેની હઠીલા દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ તા.૧૦/૦૨/૨૦૨૦થી અરજીથી ગોધરા નગરપાલિકા બાંધકામ વિભાગની છેલ્લા દસ વર્ષની જુદી જુદી વિગતો માંગી હતી. જે સંદર્ભે અરજદાર નારાજ થઈ ચીફ ઓફિસર પ્રાદેશિક કમિશ્ર્નરની કચેરીમાં અપીલ અધિકારી સમક્ષ અપીલ અરજી કરી હતી. જે તારીખ મુજબ અરજદારના વિડીયોગ્રાફર સાથે હાજર રહીને રેકર્ડ નિરીક્ષણની વિડીયોગ્રાફી નહી કરવા અંગે કચેરી દ્વારા આગ્રહ સેવતા અરજદારને રેકર્ડ નિરીક્ષણની કામગીરીથી ઈન્કાર કરાયો હતો. ત્યારબાદ વિડીયોગ્રાફી વિના અન્ય વ્યકિત મારફતે રેકર્ડ નિરીક્ષણ મોબાઈલ કરાતા રોજ કામમાં સહી કર્યા વિના માટે રેકર્ડ નિરીક્ષણ નથી કરવું તેમ કહીને અરજદાર કચેરી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ માંગેલ માહિતી નિયમોનુસારની જોગવાઈ મુજબ જોતાં દસ વર્ષના રેકર્ડ માટે નકલ ફી પેટે અંદાજીત રૂ.૬૦,૦૦,૦૦૦/-(સાઈઠ લાખ) જમા કર્યા બાદ નકલો પુરી પાડવાની કાર્યવાહી હાથ ધરવમાં આવશે તે મતલબથી નોટીસ અરજદારને મુખ્ય અધિકારી દ્વારા આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે સરકારી કચેરીમાં વિવિધ કામોમાં આચરાતી અનિયમિતા અંગે માહિતી માંગી શકવાનો અને ઉજાગર કરી શકવાનો કેન્દ્ર સરકાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ કાયદો બનાવતા હજારો અરજદારોને લાભ થયો છે.
ત્યારે છેલ્લા કેટલાક સમયથી ગોધરા પાલિકાના બાંધકામ વિભાગ દ્વારા થયેલા કામોની માહિતી અરજદારે માંગી હતી. ત્યારે અપીલ અરજી બાદ અરજદારને અનેક ધરમધકકા અને યાતનાઓ સેવ્યા પછી માહિતી આપવા પાલિકા સંમત થઈને રૂ.૬૦ લાખ ફી ચુકવવાની નોટીસ આપતા આશ્ર્ચર્ય વચ્ચે ગરીબ એવા સામાન્ય અરજદારના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. સંભવિત નગરપાલિકાની કહેવાતી શંકાસ્પદ કે જે નિયમ વિરૂદ્ધની કેટલી હોવાથી અને છુપાવવાના આશયથી સત્તાધિશો દ્વારા ૬૦ લાખ જમા કરવાનું ફરમાન કરાયું હોવાનું કહેવાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ન્યાય માટે તડપતા અરજદારને જવાબ માટે મસમોટી રકમ આપવાની નોટીસ થી ખળભળાટ વ્યાપી ગયો છે.

Don`t copy text!