ગોધરાના વાવડી ટોલટેક્ષ પાસે અકસ્માતનો ભોગ બનેલી ગાયને નવું જીવનદાન આપતી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ

ગોધરા,ગોધરા-અમદાવાદ વાવડી ટોલનાકા પાસે એક ઘાયલ થયેલી ગાયને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમે સારવાર કરાવી હતી. તેને પશુપાજરાપોળ ખાતે ખસેડાઈ હતી. આમ, કરૂણા એમ્બુલન્સ સેવા એક ઘાયલ પશુ માટે મદદગાર નીવડી હતી.

પંચમહાલ જીલ્લાનાં ગોધરા-અમદાવાદ રોડ પર વાવડી ટોલ ટેક્ષ પાસે એક ગાયનું અજાણ્યા વાહને અડફેટમાં લેતાં એક ગાયનું અકસ્માત થતાં ગંભીર હાલતમાં ઘવાઈ હતી. રોડ ઉપર જતા એક રાહદારીએ 1962નંબર ઉપર જાણ કરતા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ પાઇલોટ રાજેન્દ્રસિંહ ચૌહાણ ડોક્ટર મલ્હાર ખાંટને કોલ મળતા તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને તુરંત પશુને જરૂરિયાત પ્રમાણે સારવાર પુરી પાડી હતી અને મોતનાં મુખ માંથી બચાવીલીધી હતી. સમયસર સારવાર મળી જતા ગાય નો જીવ બચ્યો હતો. સારવાર કર્યા બાદ ઘાયલ પશુને પરવડી પાંજરાપોળ ગોધરા ખાતે ખસેડાઈ હતી. આ કાર્યમાં ઊખછઈં ગ્રીન હેલ્થ સર્વિસની 1962ની સેવા સાચા અર્થમાં એક ગાય માટે વરદાનરૂપ નિવડી હતી.