ગોધરાના વાવડી બુઝર્ગથી 7 હજાર મિલ્કતોના પ્રોપર્ટીકાર્ડ ધોંચમાં: બાંધકામ નકશા મુજબ ન હોવાથી પ્રોપર્ટીકાર્ડ બનતા નથી

ગોધરાના વાવડીબુઝર્ગ ગામતળ વિસ્તારમાં ગામઠાણ યોજના માપણી કરવા એજન્સીની કામગીરી સોંપી હતી. માપણી બાદ બામરોલી રોડની સોસયટી સહિત વિસ્તારમાં અનેક મિલ્કતોમાં શરત ભંગ જોવા મળ્યો હતો.

વાવડીબુઝર્ગ ગામની 7 હજાર જેટલી મિલ્કતોમાં એનએની શરત તથા પ્લાન મુજબના બાંધકામ ન હોવાથી શરત ભંગ જોવા મળ્યો હતો. બાંધકામ નકશા વિરુદ્ધના હોવાથી શરત ભંગ થતી હોવાની પ્રોપર્ટીકાર્ડ બની શકતા ન હોવાનુ કહેતા સિટી સર્વે કચેરીએથી રહિશોને ધકકા ખાઈ રહ્યા છે. પ્રોપર્ટીકાર્ડ ન મળતા સિનીયર સિટીઝનોની એક બેઠક મળી હતી. જેમાં સિટી સર્વે કચેરીના અધિકારીઓ ટેબલ પર વજન મુકે અથવા તો દબાણ ઉભુ કરે તેવા લોકોનુ પ્રોપર્ટીકાર્ડ બની જતુ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સામાન્ય વર્ગને પ્રોપર્ટીકાર્ડ માટે ખુબ હેરાનગતિ હોવાના આક્ષેપ સાથે ભારે રોષ વ્યકત કર્યો હતો. લોકોને પડતી મુશ્કેલી આવનારા દિવસોમાં તંત્ર દ્વારા નિવારવામાં નહિ આવે તો સિનીયર સિટીઝનો દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. બીજી બાજુ સિટી સર્વેની ઉચ્ચ કચેરી દ્વારા પંચમહાલ જિલ્લાના 30 ગામતળ સ્વામિત્વ યોજના હેઠળ નવેસરથી એજન્સી મારફતે માપણી કરાશે.યોજનામાં હાલની સ્થિતિ મુજબ મિલ્કતના પ્રોપર્ટીકાર્ડ કાર્ડ મળી જશે તેવી સંભાવના વ્યકત કરી છે. જેથી વર્ષોથી વાવડીબુઝર્ગ ગામની 7 હજાર મિલ્કતના પ્રોપર્ટીકાર્ડ મળશે. જયારે વિસ્તારના કેટલાક મિલ્કતોના પ્રોપર્ટીકાર્ડ નીકળ્યા છે તેઓને રદ્દ કરવાની કાર્યવાહી કરાશે.