ગોધરા શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં રહેણાંક મકાનને બંધ કરી વતનમાં વેકેશન કરવા ગયેલા પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રોકડ અને દાગીના મળી કુલ રૂ.1.50 લાખની મત્તાની ચોરી કરી હતી.
વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મકાન બંધ કરી મકાન માલિક વેકેશન કરવા વતન જતાં ચોરોએ મકાનના તાળા તોડીને એક લાખ રોકડા તથા 50 હજારના સોનાના દાગીના મળીને કુલ રૂ.1.50 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ એ-ડીવીઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે.
ગોધરા શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલ સત્યમ સોસાયટીમાં રહેતા દિવ્યેશકુમાર સંગાડાની માતા અને તેમનો ભત્રીજો વેકેશન હોવાથી મકાન બંધ કરીને વતન સંજેલી તાલુકાના વાંસીયા ગામે ગયા હતા. ગત 26મે થી લઈને 6 જુન સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનના દરવાજાના તાળા તોડીને મકાનમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ મકાનના બેડરૂમ તથા મંદિરવાળા રૂમમાં મુકેલી તિજોરી તોડીને સામાન અસ્તવ્યસ્ત કરી દીધો હતો. ચોરોએ તિજોરીમાં મુકેલા એક લાખ રોકડા તથા 50 હજારની સોનાની ચેઈન મળીને કુલ રૂ.1.50 લાખની મત્તાની ચોરી કરીને લઈ ગયા હતા. આ બાબતે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોેંધાવવા પામી હતી.