ગોધરા તાલુકાના વણાકપુર ગામે ધર પાસે પાર્ક કરેલ ઈકો કાર રીવર્સ કરતી વખતે દોઢ વર્ષીય બાળક રમતું રમતું કારની પાછળ આવી જતાં ગંભીર ઇજાઓ થતાં બાળકનું મોત થતાં પરિવારજનોમાં માતમ છવાયો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા તાલુકાના વણાકપુરા ગામે ધર પાસે પાર્ક કરેલ ઈકો ગાડીને દોઢ વર્ષીય બાળકના કાર રીવર્સ લેતા હતા. દરમિયાન બાળક રમતા રમતા ગાડીની પાછળ આવી જતાં બાળકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ગંભીર ઈજાઓને લઈ બાળકનું મોત નિપજાતા પરિવારજનોમાં શોક અને માતમ છવાયો હતો.