ગોધરાની ત્રિપુટી દ્વારા બાસ્કાની જમીનનો દસ્તાવેજ કરી રૂ1.89 કરોડ નહીં આપી જમીન પરત આપવા ખેડૂત પાસે રૂ80 લાખ માંગ્યા.

  • રૂ1.89 કરોડ નહીં આપી જમીન પરત આપવા ખેડૂત પાસે રૂ80 લાખ માંગ્યા
  • હાલોલ રૂરલ પોલીસ મથકે ત્રિપુટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

બાસ્કાના ખેડૂત પરિવારને ગોધરાના દંપતી સહિતની ભેજાબાજ ત્રિપુટીએ વિશ્વાસમાં લઈ બાકી નીકળતા 1.89 કરોડ નહીં આપી જમીન પરત આપવા ખેડૂત પાસે 80 લાખની ખંડણી માંગી હતી. નાસીપાસ થયેલા ખેડૂત પરિવારે પોતાની સાથે થયેલ વિશ્વાસઘાતને લઈ ન્યાય મેળવવા આરોપી ત્રિપુટી વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી. બાસ્કાના ખેડૂત ફરીદ એહમદ ઇનાયત હુસેન મકરાણી અને તેમની પત્ની સહિદાબાનુના નામે સર્વે 349ની ખેતીની જમીન આવેલ છે. ગોધરાના ભેજાબાજ શાહનવાઝ અનવર જમાલ રહે. મિઠેખાન મહોલ્લો વ્હોરવાડ , મિતુલકુમાર રાજેન્દ્ર શાહ અને તેની પત્ની હિરવા શાહ રહે અદુબર કુવા ગોધરાના ષડયંત્ર રચી ખેડૂત ફરીદ મકરાણી પાસે આવી જણાવેલ કે તમારી આગળની સર્વે ન 345 પેકી 1 પેક1 ની જમીન અમેં રાખી છે.

ત્યાં કોમર્શિયલ પ્લોટ પાડવાના છે. સાથે તમારી જમીન અમને વેચવી હોય તો અમારું મોટું પ્લોટિંગ થઈ જાયનું જણાવી હાલોલના મકસુદ મલેકના મધ્યસ્થથી જમીનનો રૂા.240 સ્કેવેરફુટના ભાવે સોદો કરેલ જમીનનો દસ્તાવેજ શાહનવાજ અનવર જમાલના નામે કરાવી શાહનવાઝ અને ભાગીદાર મિતુલ સાહ અને તેની પત્ની હિરવા ના નામના 1.95 કરોડના જંત્રી સહિતના ચેકો આપ્યા હતા. જમીનના સોદામાં થયેલ એમઓયુ મુજબ સમય થતા ખેડૂત ફરીદ મકરાણીએ જમીજ ખરીદનાર પાસે બાકીના રૂપિયાની માગણી કરતા ભેજાબાજો અવારનવાર બહાના બાજી કરી પેસા નહીં આપી બારોબાર જમીન વેચી દેવાની પેરવી કરતા હોવાનું ધ્યાને આવતા ફરીદે એમઓયુનો પ્રથમ 35.84 લાખ નો ચેક તા.22/6/23 ના રોજ બેંકમાં જમા કરાવતા શાહનવાઝ ના ખાતામાં બેલેન્સ ન હોવાથી ચેક રિટન થતા ફરીદ મકરાણી અને તેના પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

ત્રણે જણા અમારી જમીન મિલકત પચાવી પાડવાનું બદ ઈરાદો હોવાનો પણ દોઢ વર્ષની મુદતમાં રકમ ચૂકવી આપવા પાકો ભરોસો અને વિશ્વાસ આપવા છતાં મુદત વિત્યે રકમ આપતા નથી કે જમીન પરત આપતા નથી. અને ફરીદ મકરાણીએ શાહનવાઝને કહ્યુ કે જમીનના રૂપિયા આપવા ન હોયતો જમીનનો દસ્તાવેજ પરત કરી આપોનુ કેહતા શાહનવાઝે જણાવેલ કે દસ્તાવેજ પરત કરાવો હોય તો મને 80 લાખ આપવા પડશેની ખંડણી માંગી કરતા હોવાનું ફરીદે પોલીસ ફરીયાદમાં કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

બાસ્કાના ખેડૂત ફરીદ મકરાણીની ખેતીની કરોડો ની જમીન શાહનવાઝ અનવર જમાલ, મિતુલ શાહ, પત્ની હિરવા મિતુલ શાહે ષડયંત્ર રચી વિશ્વાસ ઘાત કરી પચાવી પાડવાના કથિત બનાવમાં પોલીસ વડાને કરાયેલી ફરિયાદ સાથે આરોપીઓએ ખેડૂત ફરીદ મકરાણી સાથે કલાકો સુધી મોબાઈલ પર થયેલી વાતનું ફરીદે 14 કલાક ઉપરાંતનું કોલ રેકોર્ડિંગ કર્યું છે. જેમાં શાહનવાઝ જમાલે હું ઘણીવાર જેલોમાં જઈ આવ્યો છું કહી જમીનનો દસ્તાવેજ પાછો પલટાવો હોય તો મને 80 લાખ આપવા પડશેની માંગ કરી છે. સહિતના કોલ રેકોર્ડિંગની ઓડીઓ ક્લીપ પોલિસને જરૂર પડે આપીશું.