ગોધરાના ટીંબા ગામે ર્ડા. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંંતિ પ્રતિમાને ફુલહાર ચડાવી કેક કાપીને ઉજવણી કરાઈ

ગોધરા, ગોધરા તાલુકાના ટીંબાગામ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ચોકમાં બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો.ભીમરાવ આંબેડકરજી ની 133 મી જન્મ જયંતિ અંતર્ગત 14 એપ્રિલ દિવસે બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર ચડાવી, કેક કાપી જયઘોષ સાથે ભારે સુત્રોચાર કરવામાં આવ્યું. જેમાં ગોપાલભાઈ પટેલ, ગૌરાંગભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, નરસિંહભાઈ સોલંકી, જસીબેન ગોઠડા, કાવ્યા મકવાણા,જીયા મકવાણા દ્વારા બાબાસાહેબના જીવન કવન વિશે ખુબ સુંદર વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ. ગામના ડી.પી. મકવાણા, ભુપેન્દ્રસિંહ, લક્ષ્મણસિંહ, લલ્લુભાઈ, કિરણભાઈ, રમેશભાઈ તીરગર, સ્મારક સમિતિના આયોજક રાકેશભાઈ મકવાણાના આયોજન હેઠળ ખુબ સુંદર અને સફળ કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમજ મહિલાઓ-બાળકો સહિત મોટી સંખ્યામાં હાજર રહી આકર્ષક ટોપી અને ધજા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.