ગોધરાના સીમલીયા ધોડા ગામે સેન્ટો કાર માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ગોધરા,ગોધરાના સીમલીયા ધોડા ગામે જવાના રસ્તા ઉપર પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી સેન્ટો કાર માંથી વિદેશી દારૂના 96 નંગ કવાટરીયા કિંમત 8928/-રૂપીયા અને કાર ઝડપી પાડવામાં આવી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા બી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે, સેન્ટો કાર નંબર જીજે.06.બીએ.7260નો ચાલક પોતાની માલિકીના ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવવાનો હોય તેવી ચોકકસ બાતમીના આધારે પોલીસે સીમલીયા ધોડા ગામ જવાના રસ્તા ઉપર નાકાબંધી કરી હતી. બાતમીવાળી સેન્ટો ચાલકને પોલીસની નાકાબંધી જોઈને ફોર વ્હીલ સ્થળ ઉપર મુકી નાશી છુટતા પોલીસની તપાસમાં કાર માંથી વિદેશી દારૂ કવાટરીયા નંગ-96 કિંમત 8928/-રૂપીયા અને કાર મળી 1,58,928/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લઈ આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે પ્રોહિબીશન ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.