ગોધરાના સાંપા રોડ પર રહેતી મહિલા સાથે માતૃત્વ સહાયના નામે ઈસમે 64 હજારની છેતરપિંડી કરી

ગોધરા શહેરના સાંપા રોડ પર રહેતા મહિલા સાથે માતૃત્વ સહાય અપાવવાના બહાને અજાણ્યા ઈસમે મોબાઈલ હેક કરીને રૂ.64 હજારના વ્યવહાર કરીને છેતરપિંડી આચરી હતી.

ગોધરા શહેરના સાંપા રોડ પર આવેલી સંગમ સોસાયટીમાં રહેતા ખુશ્બુબેન મહેન્દ્રભાઈ ગામિતે ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કે,ગત 27 જુલાઈ બપોરે 12 કલાકે તેઓના મોબાઈલ ફોન પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં અજાણ્યા ઈસમે ખુશ્બુબેનને માતૃત્વ સહાય અપાવવાના બહાને મોબાઈલ ફોન હેક કર્યો હતો. જે બાદ ખુશ્બુબેનના બેંક ખાતામાંથી અલગ અલગ સમયે રૂ.4,498/-, રૂ.36,999/-, રૂ.18,399/-, રૂ.4,499/-મળીને કુલ રૂ.64,394/-ના ઓનલાઈન વ્યવહારો કરી પૈસા ઉપાડી લઈને છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર ધટનાને ફરિયાદ નોંધાવવા પામી હતી.