ગોધરાના રે.સ.નં.633/2 ગોધરા સીટીની ચો.મીટર 2327-00 ઉપર નગર નિયોજક વિરૂદ્ધનું બાંધકામ પંચમહાલ જીલ્લા કલેકટરના હુકમનું અપમાન

ગોધરા, ગોધરા કસ્બાના રે.સ.નં.633/2 વાળી જમીન ગ્રીનઝોનની આવેલી છે અને તેમાં પ્લોટીંગ કરી ગેરકાયદેસર નગર નિયોજક નકશા વિરૂદ્ધ કરેલ છે અને કોઈપણ કાયદાનો કે સરકારી નિયમો વિરૂદ્ધનુંં કૃત્ય નજર આવે તો તાત્કાલીક શરતભંગ અંગેની કાર્યવાહી કરવી પડે. ગોધરા કસ્બાના રે.સ.નં.633/2 વાળી જમીનમાં પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા એન.એ. ની પરમીશન આપવામાં આવેલ છે. પરંતુ તે એન.એ.ની પરમીશન શરતોના અધિનિયમના આધારે પરમીશન આપવામાં આવેલ છે પરંતુ આ જમીનો ઉપર પાકું બાંધકામની પરમીશન ના હોવા છતાં ખોટા પોતાના ધરના નકશા બનાવી નગર નિયોજક નકશા વિરૂદ્ધના પ્લોટો પાડી ભુમાફિયાઓ (1) તાહીર સલીમ હુસૈન ભટુક, (2) ઈરફાન ફિરોજભાઈ સીંધી, (3) ઝુબેર ફિરોકભાઈ સીંધી દ્વારા જુદા જુદા બ્લોકો પૈકી બ્લોક નં.6ની ચો.મીટર 116-00ની જમીન પૈકી દક્ષિણાતા બાજુની ચો.મીટર 58-00 ના માપની વેચાણ ઈદરીશ બિલાલ વાંધને રૂા.60,000 માં આપવામાં આવેલ છે. તે ઉપર નગર નિયોજક વિરૂદ્ધ નકશા વિરૂદ્ધનું વેચાણ થયેલ છે. તે તા.3/12/2021 નારોજ ગોધરા સબરજીસ્ટ્રેટ કચેરીના એ.એમ.ચૌહાણ દ્વારા બનાવેલ છે. દસ્તાવેજ 9257/1/22 નીચે 2021 દર્શાવવામાં આવેલ છે. પરંતુ દસ્તાવેજ બાબતે નોંધ પાડવા થાય છે. જે તમામ રેકર્ડ જોવાની મંજુર કરનારની થાય છે. પરંતુ આ 1 થી 3 ભુમાફિયા દ્વારા લાંચરૂશ્ર્વતો આપી નોધો મંજુર કરાવવામાં આવે છે. આમ આવા પ્રકારનો બીજો કિસ્સો રે.સ.નં. શહેર કસ્બાના 633/2 વાળી બ્લોક નં.15ની ચો.મીટર 92-40ના માપની જમીન 1 થી 3 ભુમાફિયાઓ દ્વારા તાહિર સલીમ હુસૈન ભટુક, ઝુબેર ફિરોજભાઈ સીંધી, ઈરફાન ફિરોજભાઈ સીંધી રૂા.80,000/- યામની અબ્દુલ સત્તાર ગાજી દસ્તાવેજ 9164/3/23 2021 વાપરેલ સ્ટેમ્પ રૂા.17,440 થી કરી આપેલ છે. જે દસ્તાવેજો તેમાં ગોધરા કસ્બા શહેરના રે.સ.નં. 633/2 ગોધરા સીટી (બીનખેતી-1) શીટ નં.(એન.એ.)99ના શીટ નં.(એન.એ.)633/2ની ચો.મીટર 2327-00ની કુલ જમી ગ્રીનઝોનની આવેલી છે અને તે જમીન ઉપર પાકું બાંધકામ કોઈપણ સંજોગોવસાત થઈ શકે નહી અને પંચમહાલ જીલ્લા કલેકટર ગોધરા એ (એન.એ.)ની પરમીશનના હુકમોમાં શરતોના આધારે હુકમ કરેલ છે. જેથી આ બાંધકામના નકશા નગર નિયોજક પ્લાનીંગ નકશા વિરૂદ્ધનું આ ભુમાફિયાઓ દ્વારા કરી કરાવવામાં આવેલ છે અને પ્રાઈવેટ નકશાના આધારે પ્લોટીંગ કરેલ છે. તે જીલ્લા કલેકટર પંચમહાલના શરતોનો ભંગ થાય છે.

જો આવી ગેરરીતિઓ સામે આવે તો આવા ભુમાફિયાઓ સામે સખત કાર્યવાહી થાય અને કરેલ હુકમો (એન.એ.)નો શરત ભંગ થાય તો આ જમીનો સરકાર હેડે દાખલ કરવાની થાય અને ડુપ્લીકેટ નકશા કોને બનાવી આપેલ છે અને એન.એ. વિરૂદ્ધનું બાંધકામ તાત્કાલીક નગર પાલિકા ગેરકાયદેસર નિયમો વિરૂદ્ધ દુર કરે અને તેઓ સામે યોગ્ય પગલા લે તેવી અરજદારની માંગણી જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરાને કરેલ છે. જે બદલ શરત ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્ર્વાસ આપવામાં આવેલ છે. જેથી ગ્રીનઝોનની કોઈપણ મિલ્કતો ઉપર પાકું બાંધકામ નહી કરી શરત ભંગ અંગેની કાર્યવાહી થાય તેવી રજુઆત છે.