ગોધરાના રે.સર્વે નં.353/1,383/2,349/1 વાળી જમીનમાં ભુમાફિયાઓ સાચા વારસાદો છુપાવી ખોટા દસ્તાવેજથી પડાવી લેવાય જમીનના મુળ વારસદારોએ બી ડીવીઝન પોલીસ મથકે રજુઆત કરી

ગોધરા,ગોધરા કસ્બા વિસ્તારની લાખો રૂપીયાની ખેતીની જમીન ભુમાફિયા દ્વારા ખોટા કુલમુખત્યાર નામાનો ગેરકાયદેસર ઉપયોગ કરી જમીન વેચાણ કરી તેમજ અન્ય ઈસમોની વારસાઈ કરાવી સાચા વારસદારોને વંચિત રાખવામાં આવતાં જમીન માફિયા વિરૂદ્ધ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પંચમહાલ જીલ્લામાં ભુમાફિયાઓ બેફામ બની અનેક લોકોની કિંમતી જમીનો પચાવી પાડવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. ગોધરા(ક)ના રે.સર્વે નં.353/1,383/2,349/1 વાળી ખેતીની જમીનમાં ભુમાફિયા દ્વારા ખોટા કુલમુખત્યાર નામનો ગેરકાયદેસર ઉપયોગ કરી લાખો રૂપીયાની કિંમતી જમીન ગેરકાયદેસર વેચાણ તેમજ આ જમીનમાં અન્ય ઈસમોની વારસાઈ કરાવી મોટું ષડયંત્ર રચી સાચા વારસદારોને વંચિત રાખવામાં આવ્યા છે. જમીના માફિયાઓ દ્વારા ખોટા કુલમુખત્યાર નામાના આધારે જે જમીનના ખોટા દસ્તાવેજ કરવામાં આવ્યા છે. તેમાંથી એક વ્યકિત સને 2002 અને 2003માં મરણ પામેલ હોય તેમ છતાં જે તે સમયે સબ રજીસ્ટર અને જમીન માફિયાઓના મેળાપીપણામાં ષડયંત્ર રચીને ગેરકાયદેસર કુલમુખત્યાર નામાનો સાચા તરીકે ઉપયોગ કરી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડેલ હોય જેના કારણે જમીનના મુળ માલિકી વારસદાર દ્વારા જમીન માફિયાઓ સામે ભારતીય ફોજદારી ધારાની જોગવાઈઓ મુજબ કાયદેસર કાર્યવાહી માટે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે, જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસવડા, રેન્જ આઈ.જી. અને મહેસુલ મંત્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જમીનના મુળ માલિકના સાચા વારસદારોની લેખિત ફરિયાદના આધારે સાચી દિશામાં તપાસ કરી સરકારના નવા નિયમ મુજબ જમીન માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરાશે કે પછી જમીન માફિયાઓની વગના જોરે મુળ જમીન માલિકો જમીન હકકથી અને ખેડુત ખાતેથી બાકાત રાખવામાં આવશે તે જોવાનુંં રહ્યું.