- ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લઈ સરકારની કૃતજ્ઞતા વ્યક્તિ કરી.
ગોધરા, ગોધરા તાલુકાના રાયસીંગપુરા પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંતા જ તેનું ગામ લોકો અને શાળા પરિવારે સામૈયું કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રાથમિક શાળા રાયસીંગપુરાની બાલિકાઓએ મહેમાનોનું અભિનય દ્વારા અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ પ્રાર્થના કરી ગ્રામ પંચાયતના સરપંચ કમલેશ પરમારે કાર્યક્રમની રૂપરેખા સહિત મહેમાનોનો પરિચય અને સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત તમામ પ્રકારના સ્ટોલ લગાવી અને ગ્રામજનોની સુવિધાને અને વિકાસને વાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન વિનોદભાઈ ભગોરા, તાલુકા ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ રાઠવા, મામલતદાર શીલાબેન ગોધરા તથા આ વિસ્તારના શક્તિ કેન્દ્રના પ્રમુખ વિજયભાઈ મકવાણા, ઈસરોડીયા ગ્રામ પંચાયતના માજી સરપંચ વિજયભાઈ, એસ.સી. મોરચો ગોધરાના પ્રમુખ અમજીભાઈ પરમાર, તાલુકા કક્ષાએથી વિસ્તરણ અધિકારી જે.એન.રાઉલજી, તાલુકા પંચાયત ગોધરાના TLE પ્રકાશભાઈ, ગ્રામ પંચાયત રાયસીંગપુરાના તલાટી કમ મંત્રી જીવણભાઈ વણઝારા, વિસ્તારના CHO (કાટડી) તુષારકુમાર આર. પરમાર તથા ICDS ગોધરાના મુખ્ય સેવિકા રિયાબેન પટેલ સહીત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભ વિશે પોતાના વક્તવ્યમાં ઉપસ્થિત લોકોને સંપૂર્ણ જાણકારી આપી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને આરોગ્ય,ખેતી તથા ઉજ્વલા યોજના, આયુસ્યમાનકાર્ડ, રેશનકાર્ડ, આવાસ યોજના, ખેતીના ઓજારો અને આધારકાર્ડ સહીત સરકારી અનેક યોજનાઓ વિશેની માહિતી મેળવી અને પોતાના અધૂરા કામ પૂર્ણ કર્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભ ખેડૂતોને ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા.
ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લઈ સરકારની કૃતજ્ઞતા વ્યક્તિ કરી હતી. શાળામાં આગળ પડતા રમતવીરો અને સ્પર્ધામાં ભાગ લેનાર વિનર બાળકોનું પણ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ કમલેશભાઈ પરમાર તથા ગ્રામ પંચાયત પરિવાર, શાળા પરિવાર અને ગ્રામજનો અને આજુબાજુની ગ્રામ પંચાયતના સરપંચઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી સરકારી કાર્યક્રમને ખૂબ જ ધામધૂમથી વધાવી આવેલ રથના કાર્યક્રમ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દિલથી આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન રાયસીંગપુરા પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રકુમાર પરમારે કર્યું હતું અને આભારવિધિજતીનભાઈ પાઠકે કરી હતી. કાર્યક્રમના અંતે રાયસીંગપુરા ગ્રામ પંચાયતના વી.સી. તિલક રાઠોડે ઉપસ્થિત સૌને પ્રતિજ્ઞા લેવડાવી હતી.