ગોધરા તાલુકાના રાયસીંગપુરા ગામે છોકરીની હત્યામાં સંકળાયેલ હત્યારાને પોલીસે ઝડપ્યો

  • કાલોલના રાયસીંગપુરા ગામની ભૂમિકાની હત્યા તેના મંગેતરે કરી
  • અવારનવાર સોના-ચાંંદીના દાગીના મોબાઈલ ફોનની માંગણી કરતાં ત્રાસી ગયો

ગોધરા,
ગોધરા તાલુકાના રાયસીંગપુરા ગામના ખેતરમાંથી છોકરીનું ગળું કાપીને હત્યા કરાયેલ મૃતદેહ ૬મેના રોજ મળી આવેલ હતો. વેજલપુર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવા પામ્યો હતો. હત્યારાને શોધવા માટે એલ.સી.બી પોલીસ કામે લાગી હતી. મૃતક યુવતિના કુટુંબીજનોની પુછપરછ દરમ્યાન મળેલ કડીના આધારે હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો.

વિસ્તૃત વિગતો પ્રમાણે ગોધરા તાલુકાના રાયસીંગપુરા ગામે ખેતરમાંથી છોકરીનું ગળું કાપી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. જેની વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી હત્યારાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. હત્યારાને ઝડપવા માટે એલ.સી.બી.પોલીસ તપાસ ચલાવી રહી હતી. મરણજનાર યુવતિ ભૂમિકાના કુટુંબીજનોની પુછપરછ એલ.સી.બી.પોલીસ દ્વારા કરવામાં આવતાં જાણવા મળ્યું કે, ભૂમિકાનું સગપણ પંદરેક દિવસ પહેલા મહાદેવીયા ગામે રહેતા જનક ઉર્ફે જગો ઈશ્ર્વરસિંહ સોલંકી સાથે કરેલ હતા. અને બન્ને મોબાઈલ ફોન થી વાતચીત કરતા હોય તેવું ફલિત થતાં પોલીસ ટેકનીકલ ઢબે તપાસ હાથ ધરી હતી. અને ભૂમિકાના મંગેતર જનક ઉર્ફે જગો ઈશ્ર્વરસિંહ સોલંકીનું ધનિષ્ઠ પૂછપરછ કરતાં પોતે ગુનો કરેલ હોવાની કબુલાત કરી હતી. જેમાં છોકરી ભૂમિકા તેના મંગેતર જનક ઉર્ફે જગો સોલંકી પાસે સોના-ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોનની અવારનવાર માંગણી કરતી હતી. તેમજ તેની સોથ શારીરિક સંબંધ બાંંધવા તૈયાર ન હતી. પોતાના ઘરના માણસો તેની સાથે લગ્ન કરવાનું હોય જેને લઈ માનસીક રીતે ત્રાસી ગયેલ હતા. જેને લઈ મોટર સાયકલ લઈને તેના ઘરે જઈને બહાર બોલાવી તેને કોઈપણ રીતે પતાવી દેવાનું તેનું નકકી કરી ૬મેના રોજ રાતના સમયે રાયસીંગપુરા ગામે ગયો હતો. ભૂમિકાને ઘરની પાછળ આવેલ ખેતરમાં બોલાવી અને બાથમાં લેવાના પ્રયત્ન કરતાં ઝટકો મારી દુર જતી રહેલ હતી. અને મેં જે સોના-ચાંદીના દાગીનાની માંગણી કરેલ છે. તે આપવાના છે કે કેમ તમારા થી આટલા દાગીનાનું સેટીંગ થતું નથી. તેને બાયલો છો કેશું તેમ કહેતા આરોપી જનક ઉર્ફે જગો એ ભૂમિકાને બાથમાં લઈ સંંબંધ બાંધવાના પ્રયાસ કરતાં ભૂમિકા છટકી જતાં જનક ઉર્ફે જગા એ ગુસ્સામાં આવીને પહેરેલ નાઈટીના ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને ભૂમિકાને બાથમાં પકડી માથાના વાળ પકડી ગળાના ભાગે ચપ્પુ થી બે-ત્રણ ધા મારીને મોત નિપજાવ્યું હોવાની કબુલાત કરી હતી. પોલીસે રાયસીંગપુરા ગામ છોકરીની હત્યાના ગુનાના આરોપીને ઝડપી પાડી ગુનો ડીટેકટ કરવામાં આવ્યો.