ગોધરાના રતનપુર ગામે સમુહ લગ્નમાં એરકુલર ફેરવવાની ના પાડતા આરોપીએ કડું માથામાં મારી ઈજાઓ પહોંચાડી

ગોધરા, ગોધરા તાલુકાના રતનપુર ગામે મથી ચોકડી પાસે સમુહ લગ્નમાં ફરિયાદી તથા ધરના સભ્યો ગયા હતા ત્યારે આરોપીઓએ એર કુલર વારંવાર ફેરવતા હોય જેથી એરકુલર ફેરવવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ગડદાપાટુનો માર મારી તેમજ હાથમાં પહેરેલ કડું ફરિયાદી તથા તેના ભાઈને માથામાં મારી ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના રતનપુર ગામે મથી ચોકડી પાસે સમુહ લગ્ન હોય ત્યાં ફરિયાદી રોહિત કુમાર જશવંતભાઈ સોલંકી તેમના પરિવાર સાથે ગયા હતા ત્યારે આરોપી અજયભાઈ શનાભાઈ ચોૈહાણ(રહે.ગોલી)એરકુલર વારંવાર ફેરવ ફેરવ કરતો હોય જેથી રોહિતાઈએ એરકુલર ફેરવવાની ના પાડી હતી. જેથી આરોપી અજય ઉશ્કેરાઈ જઈ ગાળો આપી તેમજ રોહિતભાઈને કડું મારી તેમજ તેમના ભાઈ વિજયભાઈને માથામાં કડું મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.