
રામસાગર તળાવના સીંધી ધાટ પાસે, બગીચા સામે તેમજ ચાઇનીઝ લારીઓ સામેવાળી અનેક દુકાનોમાં ચાલતા બાંધકામ.
ગોધરા, ગોધરા રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશનની કામગીરી માટે લાખો રૂપીયાની ગ્રાન્ટ ફાળવામાં આવી છે. બ્યુટીફિકેશન કામગીરી પહેલા રામસાગર તળાવની ફરતે પાલિકા શોપીંગ સેન્ટરની તળાવ તરફ લંબાયેલ દુકાનોવાળા દબાણો દુર કરીને બ્યુટીફિકેશન કામગીરી હાથ ધરાશે તેવી નગરજનો આશા રાખી રહ્યા છે પરંતુ બીજી તરફ નગર પાલિકાના સત્તાધિશોની રહેમનજર હેઠળ હાલમાં પણ રામસાગર તળાવની અંદરના ભાગમાં શોપીંગ સ્ટેશનના દુકાનદારો દુકાનો લંબાવા માટે બાંધકામ કરી રહ્યા છે.
ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવ રાજ્યમાં એકમાત્ર તળાવ હશે જે ચારે તરફથી કોંક્રીટરના બાંધકામ કરીને બધીયાળ કરાયું છે. રામસાગર તળાવથી ફરતે પાલિકા તંત્રના તત્કાલીન સત્તાધિશોએ શોપીંંગ સેન્ટરો ઉભા કરી દીધા હતા. વખત જતા રામસાગર તળાવનો એકમાત્ર હોળી ચકલા, સોનીવાડ વિસ્તારનો ભાગ ખુલ્લો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પાલિકા વિસ્તારમાં આવેલ તળાવોની ફરતે બ્યુટીફિકેશન કરીને નગરજનો માટે હરવા ફરવા માટે વિકસાવવા માટે લાખો રૂપીયા ખર્ચ કરી રહી છે. તે મુજબ ગોધરા નગર પાલિકા વિસ્તારના રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન માટે પાલિકાને લાખો રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. થોડા સમય પહેલા રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન કામગીરી હાથ ધરવા માટે તળાવનુંં પાણી પણ ખાલી કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ગોધરાના નગરજનોમાં આશા બંધાઈ હતી કે પાલિકા સત્તાધિશો રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન કામગીરી પહેલા તળાવની ફરતે આવેલ પાલિકા શોપીંગ સેન્ટરની જે તે સમયે ફળવાયેલ મુળ દુકાનો તે વખત જતા પાલિકાના સત્તાધિશો દ્વારા વિકાસ ફાળોમાં અમુક રકમ ભરાવીને આવી દુકાનોમાં વધારાના બાંધકામના મંજુરી અપાઈ હતી. જેને લઈ તળાવની અંદરના ભાગે મોટા પ્રમાણમાં દબાણ થયેલ છે. તે દબાણો દુર કરી બ્યુટીફિકેશન કામગીરી કરાશે તેવી આશા રાખી રહ્યા હતા પરંતુ રામસાગર તળાવની ફરતે પાલિકા શોપીંગ સેન્ટરની સીધી ધાર પાસેથી ચાર થી પાંચ દુકાન બગીચા સામેની 4 જેટલી દુકાનો તેમજ ચાઈનીઝ લારીઓ ઉભી રહેતી હોય તેવી સામેની પાલિકા શોપીંગ સેન્ટરની કેટલીક દુકાનોના માલિકો દ્વારા તળાવના અંદરના ભાગમાં દબાણ કરીને દુકાનો લંબાવવા માટે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પાલિકાના સત્તાધિશો નગરની શોભા વધે તેવી કોઈ કામગીરી લાંબી થઈ રહી છે. તેની સામે આંખ મિંચામણ કરી રહ્યા છે. તે જોતાં પાલિકામાં બેઠેલ સત્તાધિશો દ્વારા બ્યુટીફિકેશન કામગીરી નગરજનોની આશા મુજબ કરશે તે આશા ઠગારી નિવડી શકે છે.