ગોધરા,ગોધરાના તત્કાલીન ફ્રુડ સેફટી ઓફિસર એસ.આર.ભગત એ 20 જાન્યુઆરી 2014ના રોજ ગણેશ મંદિર સામે પોપટપુરા ખાતે આવેલ શાલીમાર હોટલ માંથી ફ્રુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ પ્લેન પાલકનુંં રાધેલ શાકના નમુના પૃથ્થકરણ માટે ગુજરાત રાજ્ય ભુજ લેબોરેટરીમાં મોકલી આપતાં અનસેફ રીપોર્ટ જાહેર થતાં 1 લાખનો દંડ અને સજાનો હુકમ કરતી કોર્ટ.
શાલીમાર હોટલના વેન્ડર તથા ફ્રુડ બિઝનેશ ઓપરેટર સુફિયાન રહમતુલ્લાહ હુકકા પાસેથી ગુજરાત રાજ્ય ભુજ લેબોરેટરીના અનસેફ રીપોર્ટ માટે ફેટ પુથ્થકરણ માટે અપીલ કરવામાં આવતા આ નમુના રેફરલ ફ્રુડ લેબોરેટરી ગાઝીયાબાદને મોકલી આપતાં રીપોર્ટ અનસેફ જાહેર થયેલ રીપોર્ટ મુજબ પ્લેન પાલકનું રાધેલુંં શાકના નમુના સિન્થેટીક ફ્રુડ કલર મળી આવેલ હોય જે પરવાનગી પાત્ર ન હોય આવીને અનસેફ ફ્રુડ તરીકે જાહેર કરેલ જેથી ગોધરા કચેરીના ડીઝીગ્નેટેડ ઓફિસર એ કોર્ટમાંં નાયબ કમિશ્ર્નર( ફ્રુડ)ને ભલામણ મોકલતા મંજુરી અને આદેશના આધારે હોટલ શાલીમાર તથા નમુના આપનાર વેન્ડર તથા બે ભાગીદારો એમ કુલ-ચાર ઈસમો સામે ગોધરા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોટ ર્માં ફોજદારી કેશ દાખલ કરવામાંં આવ્યો હતો. જે કેશ કોર્ટમાંં ચાલી જતાં ગોધરાના બીજા એડીશીનલ સિનિયર સિવિલ જજ અને એડીશીનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટે્રટ એ ફ્રુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળના ગુનામાં તમામ આરોપીને તકસીરવાન ઠેરવી 6 માસની સાદી કેદની સજા તથા રૂા.1,00,000/-(એક લાખ રૂપીયા)નો દંડ અને દંંડ ન ભરે તો બે માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો.
આ પણ વાંચો : ધોધંબાના પાલ્લા ગામે કરાડ ડેમ જતા રસ્તાની વચ્ચે વીજ પોલની ચમત્કારી ધટના કે વહીવટી ભુલ તેની તપાસ થશે ?