ગોધરાના મઘ્યમાં આવેલ સબજેલ ઐતિહાસિક વિસ્તારમાં આવેલ છે. અગાઉ જુની મામલતદાર કચેરીના ખોદકામ વખતે પોૈરાણિક દિવાલ સહિતના અવશેષ મળતા પુરાતત્વ વિભાગે પોતાના હસ્તક લીધી હતી. પણ પુરાતત્વ વિભાગની બેદરકારીથી અવશેષ મળેલા ખાડાઓ પુરાઈ જવા પામ્યા છે ત્યારે આ પોલીસગઢી વિસ્તારની ઐતિહાસિક દિવાલની જાળવણીના અભાવે અમુક ભાગ ધરાશાઈ થઈ રહ્યો છે.
ગોધરાના મઘ્યમાં સબજેલ પાસે અને મહાકાળી મંદિરની બાજુમાં 150 વર્ષ જુની પોલીસગઢી અંગ્રેજોના સમયથી બનેલી છે. આ પોલીસગઢીની ફરતે દિવાલ બનાવવામાં આવેલ છે. જયારે પોલીસગઢીમાં જુની મામલતદાર કચેરીના ખોદકામ કરતી વખતે પ્રાચિન મુર્તિઓ સહિતના અવશેષો મળી આવતા પુરાતત્વ વિભાગની ટીમે આવીને જગ્યા પોતાના હસ્તક કરી હતી. જયારે આ કિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલે વકીલાત કરી હતી તે કોર્ટ પણ આવેલી છે. તેની કોઈ જાળવણી કરતી નથી. જુની મામલતદાર કચેરીના ખોદકામ કરતી વખતે કિલ્લાની પોૈરાણિક દિવાલ મળી આવી હતી. જેથી પુરાતત્વ વિભાગ હરકતમાં આવીને જગ્યાનો કબ્જો લીધો હતો. ત્યારે મામલતદાર કચેરી અન્ય જગ્યાએ બની ગઈ પણ જુની મામલતદાર કચેરીના ખોદકામ કરતી વખતે મળેલા પુરાતત્વ અવશેષોની પુરાતત્વ વિભાગની જાળવણીના અભાવે ખોદેલા ખાડાઓ પુરાઈ ગયા છે. ત્યારે ઐતિહાસિક અવશેષોની જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે.
ત્યારે ગોધરાના વિશ્ર્વકર્મા ચોકથી કલાક દરવાજા તરફ જવાના માર્ગે પોલીસ ગઢીની ઐતિહાસિક કોટની દિવાલ આવેલી છે. આ દિવાલ થોડા સમય અગાઉ ધરાશાઈ થઈ હતી. ત્યારે ફરી એકવાર આ દિવાલ ધરાશાઈ થવાની ધટના સામે આવી છે. વિશ્ર્વકર્મા ચોક પાસે આવેલી દિવાલનો અમુક ભાગ ફસડાઈને રોડ પર પડ્યો હતો. દિવાલ ફસડાવાની ધટના દરમિયાન રોડ પરથી કોઈ પસાર થતુ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. હજુ પણ આ દિવાલનો કેટલોક ભાગ તિરાડ સાથે ધરાશાઈ થાય તેવી સ્થિતિમાં છે. દિવાલની કોઈપણ વિભાગની જાળવણી ન કરતા દિવાલના ભાગે ધરાશાઈ થવાની ધટનાઓ બની રહી છે.