
ગોધરા, ગોધરાના પરવડી ગામે આવેલ ગૌશામાં છેલ્લા ત્રણ માસથી આખલો ફુલી જવાથી પિડીત હતા. આ માટે 1962 કરૂણા એમ્બ્યુલન્સનો સંપર્ક કરાયો હતો. કરૂણા એનીમલ એમ્બ્યુલન્સના ર્ડા.શૈલેષ પંચાલ અને પાયલોટ પરવડી પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા અને આખલાની સર્જરી કરીને જરૂરી સારવાર પુરી પાડવામાં આવતાં આખલાંનો જીવ બચી જતાં પાંજરાપોળના કર્મચારીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.