ગોધરાના પરવડી થી તૃપ્તી હોટલ સુધીના બાયપાસ રોડ ઉપર લીલેસરા ચોકડી ઉપર રાત્રીના સમયે અકસ્માત રોકવા હાઈમાસ ટાવર ઉભો કરવા સ્ટેટ માર્ગ મકાન વિભાગને રજુઆત

ગોધરા,ગોધરા નજીક પરવડી ચોકડી થી તૃપ્તી હોટલ સુધીના બાયપાસ રસ્તો નજીકના ગામો શહેરના છેવાડાની સોસાયટીઓ અને વસાહતો, ધંધાકીય એકમો, હાઇવે હોટલોને જોડતો માર્ગોથી ચતુમાર્ગ ચોકડીવાળો માર્ગ હોય જેને લઈ રાત્રિના સમયે અનેક અકસ્માતની ધટનાઓ અવારનવાર બનાતી હોય છે. ત્યારે પરવડી ચોકડી થી તૃપ્તી હોટલ સુધીની ચોકડી ઉપર હાઈમાસ ટાવર નાખીને અંધારપટ દુર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટને લેખિત રજુઆત કરાઈ છે.

ગોધરા શહેર નજીક દાહોદ-વડોદરા હાઈવેને જોડતા બાયપાસ રોડ પસાર થાય છે. પરવડી ચોકડી થી પોપટપુરા તૃપ્તી હોટલ સુધીના બાયપાસ રોડને ગોધરા શહેર અને આજુબાજુના ગામો તેમજ શહેરના છેવાડાની સોસાયટીઓ, વસાહતો વિવિધ ધંધાકીય એકમો હાઈવે હોટલો સાથે જોડતા માર્ગથી ચતુમાર્ગો (ચોકડી) ધરાવે છે. આ તમામ ચોકડીઓ ઉપરથી ધંધાકીય, હાઈવે હોટલો ઉપરથી લોકોની ભારે અવરજવર રહેતી હોય છે. ગોધરા શહેરમાં નવિન ડેવલોપ એરીયા કારણે ખુબ વધી ગયેલ છે. યુવાનો ખાણીપીણી માટે રાત્રીના સમયે અવરજવર રહેતી હોય છે. રાત્રીના સમયે બાયપાસ રોડ ઉપર પસાર થતા ભારે વાહનોને કારણે ચોકડીઓ ઉપર અંંધારપટ લઈ અવારનવાર અકસ્માતની ધટનામાં બનતી હોય છે. થોડા સમય પહેલા લીલેસરા બાયપાસ ચોકડી ઉપર રાત્રીના સમયે નવદંપતિને ટ્રેલરે અંધકારને લઇ ટકકર મારતાં દંપતિનું મોત નિપજાવા પામ્યું હતું. ત્યારે પરવડી ચોકડી થી લઈ તૃપ્તિ હોટલ ચોકડી ઉપર હાઈમાસ લાઈટની સુવિધા ધરાવે છે. જ્યારે આ બાયપાસ રોડ ઉપર આવતી ગદુકપુર ચોકડી અને દામાવાવ-બારીયા તરફ જતાં રોડવાળી ચોકડી તેમજ લીલેસરા ચોકડી સહુથી વધુ વ્યસ્ત અને મોટાપ્રમાણમાં વાહન ચાલકોની અવરજવર રહેતી હોય લીલેસરા ચોકડી બાયપાસ ઉપર હાઈમાસ ટાવર ઉભો કરવામાં આવે તેવી માંગ સાથે ગોધરા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગને લેખિત રજુઆત કરાઈ છે.