ગોધરા,
ગોધરા નગરમાં રહેતા પંચાલ સમાજ દ્વારા આજે ભગવાન શ્રી વિશ્ર્વકર્મા જયંતિની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
મહા સુદ તેરસના પાવન દિવસ એટલે શ્રી ભગવાન વિશ્ર્વકર્મા જયંતિનો ઉત્સવ ગોધરા નગરમાં રહેતા પંચાલ સમાજ દ્વારા ભુરાવાવ ખાતે પંચાલ સમાજની વાડી ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. શ્રી વિશ્ર્વકર્મા જયંતિ નિમિતે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ભગવાન શ્રી વિશ્ર્વકર્માની પૂજા અર્ચના કરવામાં આવી તેમજ બપોરના સમયે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું.