ગોધરાના ઓરવાડાના રળીયાતા ગામના પોસ્કોના ગુન્હામાં બે આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

ગોધરા,
ગોધરા તાલુકાના ઓરવાડા પેટેના રળીયાતા ગામની સગીરાને ભગાડી લઈ જઈ બળાત્કારના ગુન્હામાં બે આરોપીઓ વિરૂદ્ધ પોસ્કો એકટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતાં સ્પે.જજ તથા બીજા એડી.સેશન્સ જજ દ્વારા બન્ને આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી.

ગોધરા તાલુકાના ઓરવાડા પટેના રળીયાતા ગામેથી ફરિયાદીની સગીરા દિકરીને આરોપી નરવતભાઈ સાલમભાઈ પગી રહે. ધામણોદ અને જ્યોત્સનાબેનની મદદથી ફરિયાદની સગીર દિકરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયા હતા. આરોપી નરવત પગીએ સગીરા સાથે અવારનવાર બળાત્કાર કર્યો હતો અને જ્યોત્સનાબેન તેની મદદગારી કરતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે કલમ 363, 366, 376(2)(એન) 114 તથા પોસ્કો એકટ 4,6,17 મુજબ ફરિયાદ આપેલ હતી. આ ગુન્હો કેસ બીજા એડી.સેશન્સ જજ કે.આર.રબારીની કોર્ટમાં ચાલી જતાં રેકર્ડ ઉપરના પુરાવાને ધ્યાને લઈ અને મદદનિશ સરકારી વકીલ રમેશચંદ્ર ગોહિલની દલીલોને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા બન્ને આરોપીઓ નરવત પગી અને જયોત્સનાબેનને 20 વર્ષની સખત કેદની સજા અને 5500/-રૂપીયા દંડ ફટકારવામાં આવ્યો સાથે નામદાર કોર્ટ દ્વારા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનારને 4,00,000/-રૂપીયાનું વળતર ચુકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો.