ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત પહેલા સાફસફાઈ કરી દવા છંટકાવ કરવાની માંગ

ગોધરા શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરીના ભાગરૂપે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ, ગંદકી, ઝાડી-ઝાંખરા અને દવાનો છંટકાવ કરી સાફસફાઈ કરવામાં આવે તે માટે પંચમહાલ યુથ કોંગ્રેસના પ્રમુખ મિકી જોસેફ દ્વારા ગોધરા પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપીને વહેલી તકે ગોધરા નગરમાં કામગીરી હાથ ધરવામાં આવે તે માટે રજુઆત કરવામાં આવી હતી.

હાલ ચોમાસાની સીઝન શરૂ થનાર છે. ત્યારે ગોધરા શહેરના મોટાભાગના વિસ્તારો જેવા કે, જેમાં ચોમાસા દરમિયાન ભારે માત્રામાં વરસાદી પાણીનો ભરાવો થાય છે. જેથી આવા વિસ્તારોમાં પાણીનો નિકાલ કરવા માટે ઉપયોગ આયોજન થાય એ માટે ગોધરા પ્રાંત અધિકારીને પંચહાલ યુથ કોંગ્રેસના પ્રમુખ મિકી જોસેફ દ્વારા આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ હતુ કે, ભુતકાળમાં આઈટીઆઈ કોલેજ પાછળ ગુરૂકૃપા સોસાયટી, જાફરાબાદ, દડી કોલોનીની પાછળ લીલાશાહ કુટીયા, મીરાની હોસ્પિટલનો સમગ્ર વિસ્તાર જયાં નાળાના દબાણના લીધે પાણીનો ભરાવો થાય છે. આ ઉપરાંત યોગેશ્ર્વર સોસાયટી, વૈભવ સોસાયટી, ખાડી ફળિયા, રામેશ્ર્વર નગર સોસાયટી, ભરવાડ વાસ, સ્મશાન રોડ તેમજ અન્ય વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણીનો ખુબ જ ભરાવો થાય છે. તે માટે વહેલી તકે આ વિસ્તારમાં પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે સાફસફાઈ કરાય તે માટે ગોધરાના પ્રાંત અધિકારીને પંચમહાલના યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરાઈ છે.