ગોધરાના નસીકપુર ગામે ઢોરોના ભેલાણ કરતાં રોકવા જતાં આરોપીએ જાતિ અપમાનિત કરતાં ફરિયાદ

ગોધરા, ગોધરા તાલુકાના નસીકપુર ગામે પટેલ ફળીયામાં રહેતા ફરિયાદના ઉભા પાકમાં ઢોરો દ્વારા ભેલાણ થતુંં હોય જેથી ઢોરો બહાર કાઢવા જતાં આરોપીઓ ગાળો આપી ખેતરમાં ઢોરોને ચરાવી દઈશુંં તેમ કહી જાતિઅપમાનિત કરી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોધરા તાલુકાના નસીકપુર ગામે રહેતા લીલાબેન રમેશભાઈ ભાભોરના ખેતરમાં મકાઈ, તુવેરના પાકમાં આરોપી ગોધાભાઈ ગઢવીનો છોકરો ઢોરો નાખીને ભેલાણ કરતા હોય જેથી ફરિયાદીએ છોકરીને મોકલીને ઢોરો બહાર કાઢી ઠપકો આપ્યો હતો. જેથી આરોપી ઉશ્કેરાઈ જઈ ગઢવી છીએ તારા ખેતરમાં ઢોરો ચરાવી દઈશું તેમ કહીને ગાળો આપી હતી અને જાતિઅપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી.