ગોધરાના નદીસર પંંથકમાં માત્ર જંગલોમાં જોવા મળતા ચીલોગો પક્ષી જોવા મળતાં પક્ષવિદોમાં આનંદ

નદીસર, ગોધરા તાલુકાના નદીસર પંથકમાં બે ત્રણ વર્ષ થી મોટા ભાગે જંગલોમાં જોવા મળતા અને ઘણા વર્ષો થી તે પક્ષી મોટાભાગે રહેણાક વિસ્તારમાં જોવા નહોતું મળતું તેવું ચીલોત્રો પક્ષી લગભગ રોજ વહેલી સવારથી બપોર સુધી વિવિધ વિસ્તારો માં જોવા મળતા જાણકારો અને પક્ષી વિદો માં આનંદ જોવા મળ્યો છે.

ચિલોત્રો પક્ષીને અંગ્રેજીમાં હોર્ન બિલ તરીકે ઓળખવામાં આવે છે. તે આકારમાં કાગડા કરતા મોટું અને તેની લાંબી ચાંચ પર શિંગડા જેવા ઉપસેલા ભાગના લીધે કદાચ તેને અંગ્રેજીમાં હોર્ન બિલ (શિંગડું) કહેવાતું હશે. ચિલોત્રા કુલ નવ પ્રકારના વિશ્ર્વના જુદા જુદા ભાગોમાં જોવા મળે તેમાં અહીંયા ફ્કત રાખોડી રંગના નાજ ચીલોત્રા જોવા મળે છે અને આ પક્ષી નર અને માદા એમ મોટાભાગે જોડી માજ જોવા મળે છે. તેની માળો બનાવવાની રીતના કારણે આ પક્ષી ખૂબ વિખ્યાત છે, તે મોટા અને જુના ઝાડની બખોલમાં માળો બનાવે છે. બખોલમાં માળો બનાવ્યા પછી માદા તેમાં ઈંડા મૂકે એટલે નર ચિલોત્રો બહાર થી અને માદા ચિલોત્રો અંદર થી પોતાની લાળ અને માટીથી જે બખોલમાં માળો બાંધે છે. તેનું મોં એકદમ ફીટ કરી દે છે અને ફ્કત માદા ચિલોત્રાની ચાંચ અંદર થી બહાર આવે એટલી જ જગ્યા રાખે છે. જ્યાં થી માંદા ચિલોત્રાને નર ચિલોત્રો ખોરાક પૂરો પાડે છે. ખોરાકમાં વડના ટેટા, નાની ગરોળી, ઇયડો, અળસિયા, ભમરા, વી.તેનો મુખ્ય ખોરાક છે. માળામાં આશરે ત્રણેક માસમાં બચ્ચા મોટા થતા નર ચિલોત્રો બહાર થી માળોનું આવરણ તોડી નાખે છે. મોટાભાગે આ પક્ષી જ્યાં ગાઢ જંગલો અને જુના મોટા વૃક્ષો હોય ત્યાં વધુ જોવા મળે ત્યારે હવે રહેણાંક વિસ્તારમાં પણ ખોરાક પાણીની શોધમાં આવા પક્ષીઓ જોવા મળે તે આનંદની બાબત છે.