ગોધરા, ગોધરા તાલુકાના નદીસર ગામે ટોળાના મુવાડા પ્રા.શાળાના ધો.8 ના વર્ગની તિજોરીમાં રાખેલ લેપટોપની અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી જતાં આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના નદીસર ગામે ટોળાના મુવાડા પ્રા.શાળાના ધો.8 ના વર્ગમાં રાખેલ તિજોરીમાંથી અજાણ્યા ચોર ઇસમો તાળુ તોડી વર્ગમાં પ્રવેશ કર્યો હતો અને જ્ઞાનકંજ પ્રોજેક્ટ અંતર્ગત ફાળવાયેલ એ.સી.ઇ.આર. કંપનીનું લેપટોપ કિંમત 33,040/- રૂપિયાની ચોરી કરી જતાં આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.