ગોધરાના મોટી કાંટડી ગામે બે ઈસમો મજુરીના પૈસા વાપરી નાખી ફરિયાદીને મારમારતાં ફરિયાદ

ગોધરા, ગોધરા તાલુકાના મોટી કાંટડી ગામે રહેતા બે આરોપી ઈસમોએ ફરિયાદીને તુંં અમારી પાસે મજુરીના પૈસા માંગ છે. તારી મજુરીના પૈસા અમે વાપરી નાખ્યા તારાથી જે થાય તે કરી લે તેમ કહી મનફાવે તેવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના મોટી કાંટડી ગામે રહેતા બે આરોપી ઈસમો મહેશભાઇ કાળુભાઇ, કાળુભાઇ સામંતભાઇ જે કાંતીભાઇ ભીખાભાઇ પરમાર પાસે આવ્યા હતા અને તુંં મારી પાસે મજુરીના પૈસા માંગે છે. તેમ કહેતા કાંતીભાઇ હુંં મજુરીના પૈસા માંગુ છું તેમ કહેતા તારી મજુરીના પૈસા અમે વાપરી નાખ્યા છે. જેથી મજુરીના પૈસા નહિ મળે તું થાય તે કરી લે જે તેમ કહી ગાળો આપી ઝગડો કરી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે કાંકણપુર પોલસી મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.