ગોધરા તાલુકાના મેહુલીયા ગામે ગતરોજ મોડી સાંજે બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા 108 મારફતે સારવાર માટે ખસેડવામાંં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના મેહુલીયા ગામે ગતરોજ મોડી સાંજે બે ભાઈઓ મજુરીથી છુટી બાઈક લઈને અછાલા તરફ જઈ રહ્યા હતા. ત્યારે જ્યારે અન્ય બાઈક ચાલક તાજપુર છીપા તરફ જતો હોય આ બન્ને બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જયંંતિભાઇ લહેશભાઇ નાયક, અનુપભાઇ લહેશભાઇ નાયક અને નિલેશ વિક્રમભાઇ પરમાર રોડ ઉપર ફંગોળાઈ જતાંં ગંભીર ઈજાઓ પહોચાડી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલીક 108 મારફતે સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.