ગોધરા, ગોધરા તાલુકાના લીલેસરા ગામની સર્વે નં.54/10 વાળી જમીન પચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજ ઉભા કરી સાચા તરીકે ઉપયોગ કરવાના ગુનાના આરોપી શોકત સિદ્દીક જુજારાએ કોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી હતી. તે જામીન અરજીની સુનાવણી હાથ ધરતાં સરકારી વકિલની દલીલો ગ્રાહ્ય રાખી જામીન અરજી નામંજુર કરાઈ.
ગોધરાના ફરિયાદી યુસુફ અહેમદ ઈસ્માઈલ આલમએ ફરિયાદ આપી હતી કે, આરોપી શોકત સિદ્દીક જુજારા (રહે. નદીપાર, ગોન્દ્રા) અન્ય આરોપીઓ સાથે મળીને લીલેસરા ખાતે આવેલ સર્વે નં.54/10 વાળી જમીન પચાવી પાડવા કાવતરુંં રચી ખોટું સોગંદનામુંં તેમજ પેઢીનામું તૈયાર કરી તેના સાચા તરીકે ઉપયોગ કર્યો હતો અને ભળતા નામની વ્યકિતની સાચી હકિકત રાજ્ય સેવકથી છુપાવી સુનોયોજીત કાવતરું પાર પાડવામાંં આવ્યું હતું. આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ આગોતરા જામીન અરજી નામંજુર થયા બાદ પોલીસે શોકત સિદ્દીક જુજારાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીએ રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં મુકતા આ જામીન અરજીની સુનાવણી ચોથા એડીશનલ ડીસ્ટ્રીકટ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં હાથ ધરાઈ હતી. જેમાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર એ દલીલો રજુ કરતાં કોર્ટે દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજુર કરવામાં આવી.