ગોધરા શહેરના લીલેસરા રોડ પર આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાંથી અજાણ્યા તસ્કરોએ રોકડ અને દાગીના મળીને કુલ રૂ.1.18 લાખની મત્તાની ચોરી કરી હતી. ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગોધરા શહેરના લીલેસરા રોડ પર આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા ફારૂક અબ્દુલ્લા શેખે ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જણાવ્યુ હતુ કે, ગત 1 જુનના રોજ સાંજે પાંચ વાગ્યાથી લઈ સાડા છ વાગ્યા સુધીમાં અજાણ્યા તસ્કરો તેઓના રહેણાંક મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડીને ધરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રહેલા લાકડાના કબાટમાંથી રૂ.98,500/-રોકડ અને રૂ.19,700/-ની કિંમતની સોનાની બાલી મળીને કુલ રૂ.1,18,000/-ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ધટના બાદ ફરાર થયેલા ઈસમો જાવેદભાઈ શેખના ધરે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેમાં તસ્કરો ફારૂક અબ્દુલ્લા શેખની કમ્પાઉન્ડ વોલ કુદીને જતાં કેદ થયા હતા. સમગ્ર ધટનાને લઈ ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.